જામનગરમાં થાર જીપની ટક્કરથી આઇ-20 બસ સાથે અથડાઈ: ટ્રિપલ અકસ્માતમાં એક યુવાનનું મોત

જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.…

જામનગર શહેરના નૂરી ચોકડી વિસ્તારમાં આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, કાળા રંગની થાર ગાડીએ આઇ-20 કારને પાછળ થી ટક્કર મારતાં કાર એક ખાનગી કંપનીની બસ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં આઇ-20માં સવાર અફઝલ રહીમભાઇ ચાવડા નામના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય ત્રણ ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક સારવાર માટે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ અકસ્માત છે કે કોઈ કાવતરૂૂ, તે અંગે પીઆઇ વી.એમ.ડોડીયા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *