જાફરાબાદમાં યુવાનને અવાવરુ જગ્યાએ બોલાવી બિભત્સ વીડિયો ઉતારી પાંચ લાખની ખંડણી માગી

જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની…

જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામમાં એક યુવકને રાત્રીના સમયે હિંડોરણા નજીક અવાવરૂૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ બેફામ માર મારી બિભત્સ વિડીયો ઉતારી 5 લાખની ખંડણી માંગ્યાની તથા રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના રાજુલા તાલુકાના હિંડોરણા ગામની સીમમાં ગઈકાલે રાત્રીના સમયે બની હતી. જાફરાબાદના વારાસ્વરૂૂપ ગામે રહેતા રોનકદાસ ભરતદાસ મેસવાણીયા (ઉ.વ.21) નામના યુવાને આ બારામાં હિંડોરણાના કરણ દંતુ પટાટ, રાજુલાની સમીનાબેન સેલોત, જીતુ રાઘવ ચૌહાણ અને બે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કરણ પટાટે તેને રાત્રીના સમયે ફોન કરી હિંડોરણા બોલાવ્યો હતો. જ્યા બાકીના શખ્સો અગાઉથી હાજર હતા.

આ શખ્સોએ તેને બાવળની કાંટમાં લઈ જઈ ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. તેને લાકડી વડે પણ માર મારી તેનું પેન્ટ ઉતારી બિભત્સ વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં તેના ખીચ્ચામાંથી રૂૂપિયા 1950ની રોકડ રકમની લૂંટ કરી લીધી હતી અને બાદમાં રૂૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી. જતા જતા પણ આ શખ્સોએ તેને ધમકી આપી નવા મોબાઈલની લૂંટ કરી હતી. જે અંગે તેણે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂૂ કરી છે.દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી પાંચેય શખ્સોએ જો રૂૂપિયા 5 લાખની ખંડણી નહી આપે તો દુષ્કર્મના કેસમાં ફીટ કરવાની ધમકી આપી હતી.

ઉપરાંત એટીએમમાંથી રૂૂપિયા 1 લાખ ઉપાડવા માટે તેને બાઈક લઈને જવા દીધો હતો અને તે વખતે કોઈને વાત કરીશ તો વિડીયો વાઈરલ કરીશું તેવી ધમકી આપી હતી. જો કે યુવાન સીધો પોલીસ મથકે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *