કો.સાંગાણી PGVCLનો સપાટો, 14.58 લાખની બાકી વસૂલાત માટે 80 વીજ કનેકશન કાપ્યા

કોટડાસાંગાણી PGVCLપેટા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી વીજ બિલની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે ગ્રાહકોના બિલ લાંબા સમયથી…

કોટડાસાંગાણી PGVCLપેટા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી બાકી વીજ બિલની વસૂલાત માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જે ગ્રાહકોના બિલ લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા, તેમને અગાઉ નોટિસ દ્વારા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં રકમ જમા ન થતા, આજે PGVCLની ટીમો દ્વારા તાલુકામાં સર્ચ ઓપરેશન હાથ ધરી કુલ 80 જેટલા વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તમામ ગ્રાહકો મળીને કુલ ₹14.58 લાખની રકમ બાકી બોલતી હતી.

વીજ કંપનીની આ આકરી કાર્યવાહીને પગલે અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીની યાદી: “વીજ ગ્રાહકોને વિનંતી છે કે કોઈપણ પ્રકારની અગવડતાથી બચવા અને વીજ પુરવઠો ચાલુ રાખવા માટે પોતાનું બાકી બિલ વહેલી તકે ભરી દેવું. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ પણ વધુ કડક બનાવવામાં આવશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *