ગુજરાતમાં વસતી ગણતરી મોકૂફ, કર્મચારીઓને હાશકારો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા તંત્ર પરથી ડબલ કામગીરીનો બોજ ઘટયો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આગામી તા.5 એપ્રિલથી શરૂ થનાર વસતી ગણતરીનો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા તંત્ર પરથી ડબલ કામગીરીનો બોજ ઘટયો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણી જાહેર થતાં આગામી તા.5 એપ્રિલથી શરૂ થનાર વસતી ગણતરીનો કાયરણક્રમ હાલ મોકુફ રાખવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સુત્રોના કહેવા મુજબ વસતી ગણતરીની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવનાર છે.

રાજયમાં જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકા- મહાનગર પાલિકાઓની ચુંટણી જાહેર થતાં સમગ્ર વહિવટીતંત્ર ચુંટણીની કામગીરીમાં વ્યસ્ત થઇ ગયું છે અને ચુંટણી તથા વસતી ગણતરી બન્ને કામગીરી એક સાથે કરવી શકય ન હોય, સરકાર સમક્ષ હાલ વસતી ગણતરીની કામગીરી મોકુફ રાખવા કર્મચારી અને શિક્ષક સંગઠનો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે વસતી ગણતરીની કામગીરી હાલ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.

અગાઉના આયોજન મુજબ, રાજ્યમાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી અને ’હાઉસ લિસ્ટિંગ’ની કામગીરી 20 એપ્રિલથી શરૂૂ થવાની હતી. જોકે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂૂ થઈ ચૂક્યો છે, જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. આ પ્રથમ તબક્કામાં ’હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની ગણતરી કરવામાં આવી રહી છે. ત્યારબાદ ફેબ્રુઆરી 2027માં બીજો તબક્કો શરૂૂ થશે, જેમાં લોકોને તેમની જાતિ અંગેની માહિતી પૂછવામાં આવશે.

કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ પાછળ ઠેલાઇ
વસતિ ગણતરીની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અસર રાજ્ય સરકારની ખાતાકીય પરીક્ષાઓ પર પણ જોવા મળી છે. મહેસૂલ વિભાગ દ્વારા નાયબ મામલતદાર, મહેસૂલી કારકૂન અને મહેસૂલી તલાટીઓ માટે યોજાનારી ’ગુજરાત ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષા’ ના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ પરીક્ષા 15, 16 અને 17 એપ્રિલ-2026ના રોજ યોજાવાની હતી. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં કર્મચારીઓની વ્યસ્તતાને ધ્યાને લેતા આ પરીક્ષાને હાલ પૂરતી મોકૂફ રખાઈ હતી.હવે મહેસૂલ વિભાગે આ પરીક્ષા માટેનો નવો વિગતવાર કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો છે, 25 મે 2026 થી 30 મે 2026 દરમિયાન પરીક્ષા યોજાશે જે દરમિયાન દરેક પેપર બે ભાગમાં લેવામાં આવશે. રાજ્યભરના ઉમેદવારો માટે વિવિધ શહેરોમાં કેન્દ્રો ફાળવાયા છે જેમાં ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, પોરબંદર અને ભાવનગર નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *