હળવદ નગરપાલિકામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ સામે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી મીડિયામાં પ્રસારિત થઈ રહેલા ભ્રષ્ટાચારના અહેવાલો બાદ હળવદ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, હળવદમાં કોઈપણ નાના-મોટા વિકાસકામો માટે કોન્ટ્રાક્ટરો પાસેથી રપ થી 30 ટકા જેટલું તગડું કમિશન માંગવામાં આવે છે. કમિશન પ્રથાના કારણે પ્રામાણિક કોન્ટ્રાક્ટરો કામ રાખવા તૈયાર નથી અને માત્ર ભાજપ સાથે જોડાયેલા મળતિયાઓ તથા વ્હાલા-દવલાઓને જ કામની લ્હાણી કરવામાં આવે છે.
હળવદ નઞરપાલિકા માં ચાલતા કટકી કોભાંડ બાબતે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘારા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિહ જાડેજા હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા . મનોજ પનારા સતીષ વિડજા સહિત કોંગ્રેસના આગેવાનો ની ઉપસ્થિતિ માં બોલાવેલ પત્રકાર પરિષદમાં હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલાએ મહિલા અનામતના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, હળવદ નગર પાલિકામાં મહિલા પ્રમુખ હોવા છતાં તેમના બદલે પ્રમુખ પતિ વિશાલ રાવલ જ વહીવટ ચલાવી રહ્યા છે. પ્રમુખ પતિ દ્વારા જ વહીવટ ચલાવવામાં આવતો હોવાથી સરકારની મહિલા અનામતની વાતોનો છેદ ઊડી ગયો છે અને તેનું કોઈ મહત્વ રહ્યું નથી. ગોપાલભાઈ દોરાલાએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા અધિનિયમની કલમ રપ8 મુજબ તથા પ્રમુખના હુકમ-આદેશથી થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે પ્રાદેશિક નગરપાલિકા કમિશનર (RCM) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બે દિવસ પૂર્વે RCM દ્વારા આ અંગે પુરાવા માંગવામાં આવતા, નગરપાલિકાની સામાન્ય સભાના વિડીયો ફૂટેજ મેળવીને સીડી (CD) સ્વરૂૂપે તૈયાર કરવામાં આવ્યા છે, જે ઉચ્ચ કક્ષાએ સુપરત કરવામાં આવશે.
આ સીડીમાં પ્રમુખ પતિ વહીવટ કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે.વધુ માં હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાના એક વિડીયો સોશ્યલ મીડિયા માં મુકી જણાવ્યું હતું કે હળવદ નઞરપાલિકા માં છેલ્લા બે દિવસથી વિકાસ ના કામો માં કટકી કોભાંડ નો જ વિવાદ ચાલે છે તેમાં તેને જણાવ્યું હતું કે આ બાબતે ઞય કાલે નઞરપાલિકા પ્રમુખ ના પતિ એ તેની ખાનઞી જગ્યાએ તેની ઓફિસમાં હળવદ નઞરપાલિકા ની કોન્ટ્રાક્ટ ને લઞતીફાઈલો મંગાવી .ફાઈલો ખંઞોળવા માં આવી હતી તેમાં નઞરપાલિકા ના જવાબદાર અધિકારી ને કોન્ટ્રાકટર પણ ઉપસ્થિત રહ્યા નો આક્ષેપ કર્યો હતો. આ બાબતે પણ યોગ્ય તપાસ કરવા માઞ કરી હતી.
કટકી કૌભાંડ ગાંધીનગર પહોંચ્યું: ભાજપમાં હડકંપ
હળવદ નઞરપાલિકામાં ચાલતા કટકી કોભાંડના વિવાદ ગુજરાત ભાજપ ગાંધીનગર સુધી પહોંચ્યો છે જેનાં પગલે આજે પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુધ્ધ ભાઈ દવે હળવદ દોડી આવ્યા છે આજે આ કટકી કોભાંડના વિવાદ બાબતે હળવદ નઞરપાલિકા ના ભાજપ ના સદસ્યો ને હળવદ નઞરપાલિકા પ્રમુખ સહિત મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઇ રાજકોટીયા ની ઉપસ્થિતિ માં આજે હળવદ સર્કિટ હાઉસ ખાતે વન ટુ વન બેઠક નો દોર શરુ થઇ ગયો છે આ બાબતે હવે પ્રદેશ ભાજપ મહામંત્રી શું નિર્ણય લેશે પર સૌની મીટ મંડાયેલી છે શું બાબતેના ભાજપના નઞરપાલિકાના જવાબદારો સામે પગલાં લેશે . મામલો દબાય જશે એ સવાલો ઉઠી રહ્યા છે
