ગોંડલમાં બેન્કના અધિકારીના નામે ક્રેડીટ કાર્ડ અપડેટના બહાને 98 હજારની ઠગાઇ

રાજકોટ જીલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગોંડલના એક નાગરિક સાથે ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના બહાને રૂૂપિયા 98,294ની છેતરપિંડી થઈ હોવાનો બનાવ…

રાજકોટ જીલ્લામાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ગોંડલના એક નાગરિક સાથે ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના બહાને રૂૂપિયા 98,294ની છેતરપિંડી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બેંક ઓફ બરોડાના કર્મચારીની ખોટી ઓળખ આપનાર અજાણ્યા શખ્સ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના નાગરકા રોડ પર આવેલી તિરુમાલા સોસાયટી, શેરી નં. 3માં રહેતા ફરિયાદી હરેશભાઈ નરસીંભાઈ જાદવને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે પોતાની ખોટી ઓળખ આપી પોતે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ વિભાગનો કર્મચારી અને કસ્ટમર કેર અધિકારી હોવાનું જણાવ્યું હતું.

આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેતા કહ્યું હતું કે, તમારું બેંક ઓફ બરોડાનું ક્રેડિટ કાર્ડ છેલ્લા છ મહિનાથી બંધ કે બિનઉપયોગી હાલતમાં છે, જેથી તે અપડેટ કરવાની જરૂૂર છે. કાર્ડ અપડેટ કરવાના બહાને આરોપીએ ફરિયાદી પાસેથી તેમનું પૂરું નામ, જન્મ તારીખ તેમજ તેમના મોબાઈલ પર આવેલો ચાર આંકડાનો ક્ધફર્મેશન કોડ મેળવી લીધો હતો.

આ વિગતો અને ક્ધફર્મેશન કોડનો દુરુપયોગ કરી આરોપીએ ફરિયાદીની જાણ બહાર તેમના બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂૂપિયા 98,294નું ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. પોતાના કાર્ડમાંથી રૂૂપિયા કપાઈ જતાં અને ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા ફરિયાદીએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખોટી ઓળખ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર શખ્સ તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂૂ કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *