કાલાવડના ફગાસ ગામે પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા ગટગટાવી

કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં…

કાલાવડના ફગાસ ગામે રહેતાં વૃધ્ધને પત્નીએ કામ ધંધો કરવાનું કહેતાં વૃધ્ધ પતિએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના ફગાસ ગામે રહેતાં ગોરધનભાઈ રાણાભાઈ ચાવડા નામના 62 વર્ષના વૃધ્ધ પોતાની વાડીએ હતાં ત્યારે સાંજના સમયે ઝેરી દવા પી લીધી હતી. વૃધ્ધને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક પુછપરછમાં પત્નીએ કામ ધંધો કરવાનું કહેતા વૃધ્ધે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ગોંડલના પીપળીયા ગામે કારખાનામાં કામ કરતાં બુધ્ધિરામ કાલીદાસ સોરેલ (ઉ.20)ને પેટમાં દુ:ખાવો ઉપડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નિપજતાં શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *