ધ્રોલમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરુ નામના યુવકને માર માર્યો

જામનગરના ધ્રોલમાં જન્માષ્ટમીના રોજ મટકીફોડ અને કેક કટિંગ કાર્યક્રમ વખતે માથાકૂટ થઈ હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરૂૂ નામના…

જામનગરના ધ્રોલમાં જન્માષ્ટમીના રોજ મટકીફોડ અને કેક કટિંગ કાર્યક્રમ વખતે માથાકૂટ થઈ હતી. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ કારા વરુ સહિત ત્રણ શખ્સોએ જયદીપ વરૂૂ નામના યુવકને માર માર્યાની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી કારાભાઇની પત્ની મંજુબેન ધ્રોલ નગર પાલિકા વોર્ડ નં- 1ના કોર્પોરેટર છે. ફરિયાદીને માથા તથા શરીરે મુંઢ ઇજા થતા તથા ડાબા પગના ગોઠણની ઢાંકણીના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડી છે.

એક ઇસમે યુવાનના ગળામાથી સોનાનો આશરે સાડા ચાર તોલાનો ચેન ખેચી લીધો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદી જયદીપ પુનાભાઈ વરુ (ઉં.વ.39, ધંધો ટ્રાન્સપોર્ટનો રહે. ભરવાડ શેરી ધ્રોલ) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે તા. 16/08 ના રોજ શ્રીકૃષ્ણ જન્મત્સવ ગોકુલ (આઠમ)ના પવિત્ર તહેવારે આઈ શ્રી મચ્છો મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ તેમજ કેક કટીંગ સહિત કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ધ્રોલના ગાંધીચોક ખાતે થાય છે.જ્યાં હું પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમમાં ગયેલ હતો. ત્યાં પ્રસંગમાં આનંદ માણી રહેલ હતો ત્યારે આશરે 12 વાગ્યાના આસપાસ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે કેક કટીંગ થતી હતી.

ત્યારે ધ્રોલ શહેરના આગેવાનો તથા અન્ય લોકોની ઉપસ્થિતિમાં જાહેર માટે કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન હું પણ ત્યાં સ્થળ ઉપર હાજર હતો. ત્યારે ખૂબ જ ભીડના કારણે ધક્કા મૂકી થતી હતી. ત્યારે ત્યાં હાજર કારા ઘેલાભાઈ વરુએ મને કહેલ કે ધક્કા મૂકી ના કરો અને અહીંથી દૂર ચાલ્યા જા. આ કાર્યક્રમ અમારો પ્રાઇવેટ છે. જેથી ફરિયાદીએ કહેલ કે જો તમારો જાહેરમાં છે તો અમારો પણ ગણાય અને હું અહીંથી ક્યાંય જવાનો નથી તેવી વાત કરતા આરોપીએ કહેલ કે ભીડની બહાર આવી જા ચાલ જોઈ લઈએ તમે કહીએ મને ત્યાંથી ખેંચીને લઈ ગયો. ત્યારે ત્યાં અન્ય એક યુવક પણ તેની સાથે હતો.

મને બહાર લઈ જતી વખતે અચાનક મારી ગરદન પકડી લીધેલ અને મને પાછળથી કોઈ હથિયારનો ઘા કરતા તુરંત જ લોહી નીકળવા લાગેલ. અને ઢીકા પાટુનો માર મારેલ. બાદ દેકારો થતા એ લોકો ભાગી ગયેલ. અને મારા પરિવારના સભ્યે તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં મને ખસેડવામાં આવ્યો બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. મારામારી દરમિયાન ફરિયાદીએ પહેરેલો સોનાનો ચેન આશરે 4.30 તોલાનો ચેન કોઈએ ખેંચી લીધેલ હોવાનો પણ ફરિયાદમાં જણાવ્યું હતું. ધ્રોલ પોલીસે ભાજપ અગ્રણી કારા ઘેલા વરુ સહિત ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *