ભગવતીપરામાં યુવાનનો પંખામાં મફલર બાંધી ફાંસો ખાઇ આપઘાત

વાહનના શો-રૂમમાં કામ કરતો હતો: કારણ અકબંધ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને વાહનના શો-રૂમમા કામ કરતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી…

વાહનના શો-રૂમમાં કામ કરતો હતો: કારણ અકબંધ

શહેરના ભગવતીપરા વિસ્તારમાં રહેતા અને વાહનના શો-રૂમમા કામ કરતા યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે મફલર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનુ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં.10માં રહેતો હિરેન જગદીશભાઇ ગોહેલ (ઉ.વ.25)નામના યુવાને ગઇકાલે રાત્રે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે મફલર બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક હિરેન બે ભાઇ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. તે વાહનના શો-રૂમમાં કામ કરતો હતો. તેણે આ પગલું શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *