આટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુ

આટકોટ ખાતે ચાની હોટલ ચલાવતા ઘુઘાભાઈ લઘરાભાઈ ભોરીયા (ભરવાડ) પોતાની ગંભીર બીમારી અને તબીબી સારવારના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારવાર માટે નાણાંની…

આટકોટ ખાતે ચાની હોટલ ચલાવતા ઘુઘાભાઈ લઘરાભાઈ ભોરીયા (ભરવાડ) પોતાની ગંભીર બીમારી અને તબીબી સારવારના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારવાર માટે નાણાંની તાકીદની જરૂૂરિયાત ઊભી થતાં તેઓએ પોતાના મિત્ર મારફતે રાજકોટના ઈમરાનભાઈ સુમરાનો સંપર્ક કર્યો હતો.
ઈમરાન સુમરાએ રૂૂ. 5,50,000 ની રકમ 5 ટકાના માસિક વ્યાજે આપવાનું નક્કી કર્યું હતું અને બદલામાં સિક્યોરિટી પેટે ઘુઘાભાઈનું ડમ્પર ગીરવે મુકાવ્યું હતું.વ્યાજ સહિતના નાણાં ચૂકવાઈ ગયા બાદ ડમ્પર પરત સોંપી દેવાની ખાતરી આપીને ઈમરાન ડમ્પર કબ્જે કરી ગયો હતો.

તબિયતમાં સુધારો આવ્યા બાદ અને નાણાંની સગવડ થઈ જતાં, ઘુઘાભાઈએ ઈમરાન સુમરાનો સંપર્ક કરી વ્યાજ અને મુદ્દલની રકમ સ્વીકારીને ગીરવે મૂકેલું ડમ્પર પરત સોંપી દેવા વિનંતી કરી હતી. જોકે, ઈમરાન સુમરાએ બહારગામ હોવાના, બીમાર હોવાના કે કામમાં વ્યસ્ત હોવાના ખોટા બહાના બતાવીને મહિનાઓ સુધી નાણાં સ્વીકારવાનું અને ડમ્પર પરત આપવાનું ટાળ્યા કર્યું હતું.

બાદમાં ઘુઘાભાઈએ તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, ઈમરાન સુમરાએ મૂળ માલિકની મંજૂરી કે જાણ વગર જ સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર બારોબાર અન્ય કોઈ વ્યક્તિને વેચી મારીને ગંભીર છેતરપિંડી આચરી હતી.આ સમગ્ર મામલે ભોગ બનનાર ઘુઘાભાઈ ભરવાડની ફરિયાદના આધારે આટકોટ પોલીસ સ્ટેશનમાં આરોપી ઈમરાનભાઈ સુમરા સામે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમની વિવિધ કલમો હેઠળ વિધિવત ગુનો નોંધવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *