અમરેલીમાં પિતાના મિત્રએ નજર બગાડી, ઘરમાં ઘુસી જઇ સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ

  માણેકપરાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા રહેતી એક સગીરા પર ખુદ તેના પિતાના મિત્રએ નજર બગાડી સંબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા…

 

માણેકપરાના શખ્સ સામે પોલીસમાં ફરિયાદ

અમરેલીમા રહેતી એક સગીરા પર ખુદ તેના પિતાના મિત્રએ નજર બગાડી સંબંધ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, આ ઘટના અમરેલીમા તારીખ 17/4/22થી લઇ તારીખ 31/10/24ના સમયગાળા દરમિયાન અવારનવાર બની હતી. જયાં હિતેન ઉર્ફે હિતેષ ભરતભાઇ પોપટ નામના માણેકપરામા રહેતા યુવાને સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સગીરાના પિતા તેના મિત્ર હોય તે અવારનવાર મિત્રના ઘરે જતો હતો. આ સંબંધનો ગેરલાભ લઇ તે
સગીરાને વારંવાર ધમકી આપી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો અને મોબાઇલમા મેસેજ કરી સંપર્કમા રહેવા ધાકધમકી આપતો હતો. અવારનવાર તે ઘરે આવી અડપલા કરી જાતીય સતામણી કરતો હતો અને બનાવના દિવસે તેના પર દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો હતો.

જે અંગે આખરે પરિવારને જાણ થતા સગીરાએ અમરેલી સીટી પોલીસ મથકે દોડી જઇ હિતેષ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ડી.કે.વાઘેલા બનાવની તપાસ ચલાવી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *