લોધીકા ગામે જમીનના વિવાદમાં પ્રૌઢ સાથે સ્કૂટર ભટકાડી ભત્રીજાઓએ નીચે પછાડી દીધા

રસ્તે દેખાતો નહીં બાકી જાનથી મારી નાખીશુ, ધમકી આપી રાજકોટની ભાગોળે આવેલા લોધીડા ગામે રહેતા છગનભાઈ મેરામભાઈ સોલંકી(ઉ.વ.પર) પોતાના ગામે બેંકેથી ઘરે પાસબુક લેવા પોતાનું…

રસ્તે દેખાતો નહીં બાકી જાનથી મારી નાખીશુ, ધમકી આપી

રાજકોટની ભાગોળે આવેલા લોધીડા ગામે રહેતા છગનભાઈ મેરામભાઈ સોલંકી(ઉ.વ.પર) પોતાના ગામે બેંકેથી ઘરે પાસબુક લેવા પોતાનું સ્કૂટર લઇને જતા હતા ત્યારે તેમને તેમના ભત્રીજા વિજય અને રાહુલે વાહન અથડાવી પછાડી દઈ ધમકી આપી ભાગી જતા બંને સામે આજીડેમમાં ફરિયાદ નોંધાવી છે.

છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,સવારનાં હું મારા ઘરેથી સરધાર મારા બેંકના કામથી જવા રવાના થયેલ હતો ત્યાં પહોંચીને જોયેલ તો મારા બેન્ક ખાતાની પાસબુક લેવાનું ભૂલાઈ ગયેલ હતું. જેથી હું તરત જ પાસબુક લેવા પરત આવવા રવાના થયેલ અને રસ્તામા સરધાર પાંણીનો ટાંકો બને છે ત્યાં પોંહચેલ ત્યારે મારા મોટા ભાઈનો દિકરો વિજય તેમજ નાનાભાઈ રમેશનો દિકરો રાહુલ એમ બંન્ને લોકો સ્કૂટર લઈને પુરઝડપે આવેલ હતા.તે બંન્ને મારી એકદમ બાજુમાં પોતાનું સ્કૂટર ચલાવવા લાગ્યા હતા.જેથી મેં મારુ સ્કૂટર સાઈડમા દબાવતા આ લોકો તેઓનું સ્કૂટર સહિત ભટકાડી દિધેલ હતું.

જેથી હું નીચે પડી ગયેલ. એટલામાં આ બંન્નેએ ગાળાગાળી કરી ફરી આ રસ્તે દેખાતો નહી બાકી જાનથી મારી નાખશું.જેથી મે ગાળાગાળી કરવાની ના પાડતા આ બન્ને જણા મને ઢીકાપાટુના માર મારવા લાગ્યા હતા અને થોડી વાર બાદ ત્યાંથી જતા રહેલ હતા.આ બનાવનુ કારણ એવુ છે કે આજથી આશરે ચારેક વર્ષ પહેલા મારા પિતાની માલીકીની જમીન આ મારા ભાઇઓએ વેચી નાખેલ જેની સામે મે વાંધા અરજી કરતા આ લોકોએ આ બાબતનો મારી ઉપર ખાર રાખી હુમલો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *