રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટના બીજા માળે દુકાન નંબર 58 અને 59 માં ચાલી રહેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં મસાજની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની ચોક્કસ બાતમી રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડાની યોજના બનાવી પંચોની હાજરીમાં એક ડમી ગ્રાહકને સ્પામાં મોકલીને માહિતીની સચોટતા ચકાસી હતી. ડમી ગ્રાહકે ઈશારો કરતા જ પોલીસ કાફલાએ સ્પામાં અચાનક દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્પાના કાઉન્ટર પરથી મહિલા સંચાલક નસીમબેન કાસમભાઈ કાદરી મળી આવ્યા હતા, જ્યારે તેમના પતિ અને સહ-સંચાલક કાસમભાઈ કાદરી સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પતિ-પત્ની સ્પામાં મસાજના નામે બહારથી યુવતીઓને બોલાવીને પ્રલોભનો આપી રાખતા હતા. ગ્રાહકો પાસેથી સ્પા મસાજના નામે કાઉન્ટર પર રૂૂ. 1000 અને શરીર સંબંધ માટે અલગથી રૂૂ. 2000 વસૂલવામાં આવતા હતા. તેમાંથી રૂૂ. 1000 સ્પા સંચાલક કમિશન પેટે રાખતા હતા અને બાકીના રૂૂ. 1000 ભોગ બનનાર યુવતીને આપવામાં આવતા હતા. દરોડા દરમિયાન સ્પાના રૂૂમમાંથી ડમી ગ્રાહક અને ભોગ બનનાર મહિલા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત સ્પામાંથી અન્ય રાજ્યો અને વિસ્તારોમાંથી આવેલી યુવતીઓ પણ મળી આવી હતી, જેઓ પાસેથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી.
પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી કાઉન્ટરના ખાનામાંથી રોકડા રૂૂ. 23,800, ડમી ગ્રાહક પાસેથી મેળવેલા રૂૂ. 2000, રૂૂ. 5,000 ની કિંમતનો કંપનીનો મોબાઈલ ફોન, નોટરાઈઝ્ડ ભાડા કરાર, સ્કેનર તથા ગર્ભનિરોધક સામગ્રી મળી કુલ રૂૂ. 30,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નસીમબેન કાદરી અને કાસમભાઈ કાદરી સામે અનૈતિક વ્યાપાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી પીઆઇ પી.એન.પઢિયાર,પો.સ.ઈ. એસ.પી.ચૌહાણ,એ.એસ.આઇ. અજયકુમાર શુક્લા,ધર્મેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ મકરાણી,જીગ્નેશભાઇ મારૂૂ,મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ,સુર્યકાંતભાઇ જાદવ,શાંતુબેન મુળીયા, ભુમિકાબેન ઠાકરએ કરી હતી.
