સૌરાષ્ટ્રના નજરાણા સમાન નિર્માણ પામેલ રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું તા 2023 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકોર્પણ કરવામાં આવેલ હતું. એરપોર્ટનું તા.27મી જુલાઈ રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય વડાપ્રધાનના નેતૃત્વમાં ઉદ્યોગો ખુબ જ વેગવંતા બન્યા છે. ત્યારે રાજકોટ ખાતે આશરે સવા બે લાખથી વધુ MSME એકમો કાર્યરત હોય અને આયાત-નિકાસ પણ દિન છે.
સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર ઔતિહાસીક સ્થળોથી પથરાયેલું હોવાથી વિદેશીઓ સહિત અન્ય રાજયોના પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે હાલમાં રાજકોટ (હિરાસર) ઈન્ટરનેશનલ એ2પોર્ટ 52થી આશરે 29 જેટલી ડોમેસ્ટીક ફલાઈટોનું આવન-જાવન થઈ રહયું છે. ત્યારે રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાને આશરે સવા બે વર્ષ થઈ ગયેલ હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. ત્યારે ઈન્ડીગો એરલાઈન્સ સાથે મૌખીક ચર્ચા થયા મુજબ તેઓ રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂૂ કરવા માટે તૈયાર છે પરંતુ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે શક્ય બની રહયું નથી.
જયારે કસ્ટમ્સ ક્લીયરન્સની સંપુર્ણ પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. વધુમાં રાજકોટ (હિરાસર) ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમીગ્રેશનની સુવિધા માટે અમદાવાદની Foreigners Regional Registration Office (FRRO) ની ટીમ દ્વારા છેલ્લા નવ માસ પહેલા સર્વે કરવામાં આવેલ હતો અને તેઓ દ્વારા જે સુચનો આપવામાં આવેલ હતા તે પ્રમાણે તમામ ફેરફારો પણ થઈ ગયેલ છે અને તાજેતરમાં જ ત્રણેક માસ પહેલા આ જ કંપની દ્વારા બીજીવાર પણ સર્વે કરવામાં આવેલ હતો અને તમામ વ્યવસ્થાઓ બરાબર હોવાનો અભિપ્રાય પણ આપેલ છે. પરંતુ આજ દીન સુધી ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગુહમંત્રાલય દ્વારા મંજુરી મળેલ નથી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ હતી.
આમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ઉડયનમંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાયડુજી, રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલજી, ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીજી સમક્ષ તાત્કાલીક અસરથી રાજકોટ (હિરાસર) ઈન્ટરનેશનલ એ2પોર્ટ ખાતે ઈમીગ્રેશનની સુવિધા શરૂૂ કરાવાવા માટે 2જુઆત ક2વામાં આવેલ છે. જેથી કરીને ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂૂ થાય અને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો અને આમ પ્રજાને ઈન્ટરનેશનલ ફલાઈટોની સુવિધાનો લાભ મળી રહે. તેમ રાજકોટ ચેમ્બ2ની અખબારી યાદીમાં જણાવેલ છે.
