ઇમીટેશનના વેપારીએ કામ દેવાની લાલચે પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારી બ્લેક મેઇલ કરી

ઘરબેઠાં રોજગારી મેળવવાનો પ્રયાસ કરતી એક પરિણીત મહિલાને લાલચ આપી, જાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ તેની…

ઘરબેઠાં રોજગારી મેળવવાનો પ્રયાસ કરતી એક પરિણીત મહિલાને લાલચ આપી, જાળમાં ફસાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાયા બાદ તેની પોલીસે ધરપકડ કરી છે.
આરોપીએ પીડિતાના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સતત બ્લેકમેઈલિંગ પણ કર્યું હતું. આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો અનુસાર, શહેરના કોઠારીયા રોડ પર રહેતી એક પરિણીતા ઘર ખર્ચમાં મદદરૂૂપ થવા માટે ઘરે બેઠા ઈમિટેશનનું કામ કરતી હતી. આ દરમિયાન રિંકલભાઈ આંબલીયા નામના શખ્સે પરિણીતાના ઘરે આવીને તેને ઈમિટેશનનું કામ આપવાનું શરૂૂ કર્યું હતું. કામની લેવડ-દેવડ દરમિયાન આરોપી રિંકલભાઈએ મહિલાનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને અવારનવાર વોટ્સએપ કોલ કરીને વાતો કરી નિકટતા કેળવવાનો પ્રયાસ કર્યો હતો. આશરે એકાદ વર્ષ પૂર્વે આરોપી રિંકલભાઈએ પરિણીતાને ઈમિટેશનનું નવું કામ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી.

તે સમયે તેના ઘરે કોઈ હાજર ન હોવાથી આરોપીએ પરિણીતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ શરમજનક કૃત્ય આચર્યા બાદ આરોપીએ પરિણીતાના વાંધાજનક નગ્ન અવસ્થાના ફોટા અને વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા. આ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની, પરિણીતાનું ઘર તોડાવી નાખવાની તેમજ તેના પતિ અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી અલગ-અલગ સમયે પીડિતા પર સાતથી આઠ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. નરાધમની હિંમત એટલી વધી ગઈ હતી કે તેણે પીડિતાના પતિને ફોન કરીને પત્નીને છુટાછેડા આપી દેવા ધમકી પણ આપી હતી.

સતત બ્લેકમેઈલિંગ અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી પોતાના પરિવારના સભ્યોને આ સમગ્ર આપવીતી જણાવી હતી. પતિ અને પરિવારના અન્ય સભ્યોએ પીડિતાને સાથ અને હિંમત આપતા તેઓ આજીડેમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને રિંકલભાઈ આંબલીયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.ધાંધલે આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *