મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ
જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર રહ્યો છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે ચોટીલા પંથકના દેવપરા ગામની સીમમાં ચેકિંગ હાથ ધર્યું હતું. 2 દિવસમાં ચોટીલા સબ ડિવિઝન હેઠળના જુદા જુદા વિસ્તાર જેવા કે દેવ5રા ગામની સીમમાંથી રોયલ્ટી વગર, ઓવરલોડ માટી ભરેલા કુલ 4 ટ્રેકટરો ટ્રોલી સાથે તેમજ થાનગઢ વગડીયા રોડ ઉ5રથી ગેરકાયદે કોલસાનું વહન કરતું એક ડમ્પર જપ્ત કર્યું હતું. પકડેલો મુદ્દામાલ મળી કુલ રૂૂ.52,00,000નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓ અને ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ઝડપાયેલા ડમ્પરના ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછ અને નિવેદન લેતા વિગત સામે આવી છે. જે મુજબ, આ ગેરકાયદે કોલસો થાનગઢ તાલુકાના ચોરવીરા પાસે આવેલી પતરાવાળી હોટલ પાછળના વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો. તંત્ર હવે કોલસાના ગેરકાયદે ખનનના કેન્દ્ર સુધી પહોંચવા તપાસ તેજ કરશે.
