અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટ બાદ રાજકોટ જીલ્લામાં અનધિકૃત અને ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ તથા વેચાણ કરતા તત્વો સામે ગ્રામ્ય એસઓજીએ લાલ આંખ કરી છે. ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ગોંડલના વાસાવડ ગામે આઇસક્રીમ પાર્લરની આડમાં ગેરકાયદેસર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઉપર દરોડો પાડી રૂૂ.3.22 લાખના ફટાકડાનો જથ્થો જપ્ત થી લાઇસન્સ વગરના ફટાકડાનો જથ્થો સંગ્રહ કરનાર વેપારીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ ગોંડલના વાસાવડ ગામે આઇસક્રીમ પાર્લરની આડમાં ગેરકાયદેસર ચાલતું ફટાકડાનું ગોડાઉન ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પી.આઈ એફ.એ. પારગીના નેતૃત્વમાં પી.એસ.આઈ જી.જે. ઝાલા તથા તેમની વાસાવડ મઢી બજાર ખાતે આવેલ ’ન્યુ રાજ આઇસક્રીમ પાર્લર’ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો.જ્યાંથી કોઈપણ જાતના કાયદેસરના લાઇસન્સ કે પરવાનગી વગર મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું ખુલ્યું હતું. તપાસ દરમિયાન દુકાનમાંથી જમીન પર ધડાકા સાથે ફૂટી શકે તેવા અત્યંત જોખમી અને સ્ફોટક પ્રકારના ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ફટાકડાનો સંગ્રહ કરવા માટે કોઇપણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા કે ફાયર સેફટીના સાધનો રાખવામાં આવ્યા નહોતા.
જાહેર જનતા તથા આસપાસના લોકોની જિંદગી અને માલમિલકતને જોખમમાં મૂકે તે રીતે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન એસઓજીએ સ્થળ પરથી કુલ રૂૂ.3,22,800 ની કિંમતનો સ્ફોટક ફટાકડાનો જથ્થો કબ્જે કરીને સીઝ કર્યો છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ પોલીસે વાસાવડના રહેવાસી જાકીરભાઇ અઝીઝભાઇ સાકરીયા (ઉં.વ. 36) ની અટકાયત કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરની ખાસ સુચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટ ગ્રામ્ય એસઓજી શાખાના પી.આઈ એફ.એ. પારગી સાથે પીએસઆઈ ઙ.જ.ઈં. જી.જે. ઝાલા, એ એસ આઈ વિપુલભાઇ ગુજરાતી, રૂૂપકબહાદુર બોહરા, ક્રિપાલસિંહ જાડેજા, વિજયગીરી ગોસ્વામી, પૃથ્વી રાજસિંહ ડોડીયા તથા નવદિપભાઇ બાબરીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
