ધોકડવા,બેડીયા રોડ પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક બાઇકસવારનું ઘટનાસ્થળે જ કરૂૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બાઇક અને ડમ્પર વચ્ચે થયેલા ધડાકાભેર અકસ્માતમાં ઉના ના ઉમેજ ગામના રહેવાસી અને IIFL ફાઈનાન્સ કંપનીની ધોકડવા બ્રાન્ચમાં ફરજ બજાવતા હિંમતભાઈ વાળાનું મોત થતાં પરિવારજનો સહિત પરિચિતોમાં ઘેરો શોક છવાયો હતો. મળતી માહિતી મુજબ, ઉના ના ઉમેજ ગામના રહેવાસી હિંમતભાઈ વાળા IIFLફાઈનાન્સ કંપનીની ધોકડવા બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા રોજિંદી કામગીરી મુજબ સવારે તેઓ પોતાના બાઇક પર ઉના ના ઉમેજ થી ધોકડવા તરફ નોકરી પર જઈ રહ્યા હતા.
દરમિયાન ધોકડવાબેડીયા રોડ પર પહોંચતા તેમનું બાઇક ડમ્પર સાથે અકસ્માતગ્રસ્ત બન્યું હતુંઅકસ્મત એટલો ગંભીર હતો કે બાઇકસવાર હિંમતભાઈ વાળાને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું કરૂૂણ મોત નીપજ્યું હતું. સવારના સમયે માર્ગ પર અચાનક સર્જાયેલા આ અકસ્માત થી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ માટે પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાં પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગેની જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહને પોસ્ટમોર્ટમ કાર્યવાહી માટે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે ડમ્પર ચાલકને કસ્ટડીમાં લઈ અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂૂ કરી હોવાનું જાણવા મળે છે. હિંમતભાઈ વાળા રોજિંદા કામકાજ માટે પોતાના બાઇક પર ઉમેજથી ધોકડવા તરફ નીકળ્યા હતા, પરંતુ નોકરી પર પહોંચે તે પહેલાં જ માર્ગ અકસ્માતે તેમનું જીવન છીનવી લીધું હતું. પરિવાર માટે સામાન્ય દિવસ ની સવાર અચાનક જ કાળઝાળ દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. કમાઉ વ્યક્તિના આકસ્મિક નિધનથી પરિવારજ નો પર આભ તૂટી પડ્યું છે.
