બાબરાના મોટાદેવળિયામાં ડૂબી જવાથી ચાર યુવાનોના મોત

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે ગઇકાલે એક કરૂણ ઘટના બની હતી. અસહ્ય ગરમીના કારણે ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને જેતપુરના નવાગઢથી આવેલા બે…

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનાં મોટા દેવળીયા ગામે ગઇકાલે એક કરૂણ ઘટના બની હતી. અસહ્ય ગરમીના કારણે ચેકડેમમાં ન્હાવા પડેલા કાકા-ભત્રીજા અને જેતપુરના નવાગઢથી આવેલા બે ભાણેજના ડુબી જવાથી મૃત્યુ નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામેલ છે.

મળતી માહિતી મુજબ મોટા દેવળીયા ગામે ગઇકાલે સાંજે ચેકડેમમાં ડુબી જવાથી કનુભાઇ દેવજીભાઇ શિંગાળા (ઉ.40) તથા તેના ભત્રીજા સચિન કાળુભાઇ શિંગાળા (ઉ.27) તેમજ જેતપુરના નવાગઢથી આવેલા બે ભાણેજ બલી પ્રવિણભાઇ જેઠવા (ઉ.19) અને કેવિન પ્રવિણભાઇ જેઠવા (ઉ.17)ના કરૂણ મોત નિપજયા હતા.
ડેમમાં ન્હાતી વખતે એક યુવક ડુબતા તેને બચાવવા જતા અન્ય ત્રણ યુવાનો પણ ડુબી ગયા હતા. આ ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓની મદદથી ચારેય યુવાનોના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે.

રાજુલાના ચાંચ બંદરે ગણેશ વિસર્જનમાં ચાર યુવાનો ડૂબ્યા: 3નો બચાવ, એકનું મોત
રાજુલા તાલુકાના ચાંચ બંદર ગામે ગણેશ વિસર્જન સમયે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દરિયાઈ ખાડીમાં ગણપતિ વિસર્જન કરી પરત ફરતી વખતે ચાર યુવકો ઊંડા પાણીમાં ડૂબ્યા હતા. સ્થાનિકોની સતર્કતાથી ત્રણ યુવકોને બચાવી લેવાયા, પરંતુ 19 વર્ષીય વીરસંગ ગુજરીયા નામના યુવકનું ડુબી જવાથી મૃત્યુ નિપજયું હતું. મળતી વિગતો મુજબ, ચાંચ બંદર ગામે ગ્રામજનો ગણેશ વિસર્જન માટે દરિયાઈ ખાડી કિનારે એકઠા થયા હતા. ગણેશ વિસર્જન કર્યા પછી પરત ફરતાં સમયે અચાનક ચાર યુવકો ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે કિનારે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ ત્વરિત સાહસ દાખવી પાણીમાં ઝંપલાવ્યું હતું અને ડૂબી રહેલા ચાર યુવકોમાંથી ત્રણ યુવકોને હેમખેમ બહાર કાઢ્યા હાત. જો કે, વીરસંગ ગુજરીયા નામનો યુવક હજુ લાપતા બનતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી અને સાત કલાક બાદ તેનો મૃતદેહ મળ્યો હતો. આ કરૂૂણ બનાવની જાણ થતાં જ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ કરાતાં મામલતદાર, સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રની કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *