વાંકાનેરમાં જિલ્લા ભાજપ સંગઠનમાં ચુવાળિયા કોળીની અવગણના, ભારે કચવાટ

આગામી સમયમાં સમાજ બેઠકમાં શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ ગઈકાલે મોરબી જીલ્લા ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે મોરબી જિલ્લામાં સારી એવી બહુમતી ધરાવતા…

આગામી સમયમાં સમાજ બેઠકમાં શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ

ગઈકાલે મોરબી જીલ્લા ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે મોરબી જિલ્લામાં સારી એવી બહુમતી ધરાવતા ચુવાળીયા કોળી સમાજની ભાજપ દ્વારા અવગણના કરી લોલીપોપ સમાન હોદો આપી સમાજનું અપમાન કર્યું હોય એવું પ્રતીત થાય છે.

એક સમાજના મહિલાને હોદો મળ્યાથી મહિલા સશક્તિકરણની વાતથી આખો સમાજ સહમત જ છે સાથે આ નિયુક્તિને વધાવે પણ છે પરંતુ અહીં એ પ્રશ્ન ઉદ્દભવે છે કે શું મોરબી જીલ્લામાં ચુવાળીયા કોળી સમાજમાંથી કોઈ પણ એવા સક્ષમ નેતા ભાજપના ધ્યાને ન આવ્યા? કે પછી જાણી જોઈને ચુવાળીયા કોળી સમાજને નજર અંદાજ કરવામાં આવ્યોં છે? વર્ષોથી ભાજપને વરેલા ચુવાળીયા કોળી સમાજ સાથે થયેલ અન્યાય બાબતે ચુવાળીયા કોળી સમાજ ભાજપ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને આગામી દિવસોમાં આ બાબતે સૌ આગેવાનો મનોમંથન કરી સમાજહિત માટે આગળની રણનીતિ ઘડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *