ઘરમાં પીળું પાણી રાખતા હો તો બંધ કરી દેજો, ઝડફિયાની ટકોર

સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન…

સુરતમાં મહિલા PSI ઉર્વીશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા દારૂૂના વ્યસન અંગે કરેલી ટિપ્પણી બાદ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ કડીમાં 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના સમૂહલગ્નમાં જાહેરમાં આ મુદ્દે ભારપૂર્વક વાત કરી હતી. તેમણે યુવાનોને પીળું પાણી છોડી દેવા અને શિક્ષણ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો.

કડીમાં આયોજિત 57મા સમૂહલગ્ન પ્રસંગે સંબોધન કરતા ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, ઘરમાં પીળું પાણી રાખતા હોય તો મહેરબાની કરીને બંધ કરી દેજો. કદાચ તમને એવું લાગતું હશે કે અત્યારે 21મી સદી ચાલી રહી છે, પરંતુ જ્યારે તમારા ઘરમાં રહેલ દીકરી અથવા પત્નીને પૂછી જોજો એ પછી તેનું પરિણામ શું આવે છે. તેમણે ઉમેર્યું કે, સમાજમાં પરિવર્તન લાવવું જરૂૂરી છે અને જો નેતાઓ પરિવર્તન ન લાવી શકે તો તેમણે હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી.

ઝડફિયાએ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજના ડિજિટલ યુગમાં શિક્ષણ વિના પ્રગતિ શક્ય નથી. તેમણે સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું. વધુમાં, તેમણે યુવાનોને બાપદાદાઓની જમીનનું રક્ષણ કરવા અને માત્ર જરૂૂરિયાત હોય તો જ વેચવા, ખાસ કરીને મોજશોખ માટે વેચવાનું ટાળવા સલાહ આપી હતી.ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ સુરતના સરથાણા વિસ્તારમાં પીએસઆઈ ઉર્વીશા મેંદપરાએ પણ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં યુવાનોમાં દારૂૂના વ્યસન અને સાયબર ક્રાઇમના વધતા જતા વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં દારૂૂના કેસમાં પકડાયેલા 15 યુવાનોમાંથી 10 પટેલ સમાજના હોય છે, જે ખૂબ જ દુ:ખદ અને વિચારવા જેવું છે. મેંદપરાએ સમાજના આગેવાનોને આ બાબતે ગંભીરતાથી વિચારવા અને યુવાનોને યોગ્ય માર્ગદર્શન આપવા અપીલ કરી હતી.કડીમાં યોજાયેલ સમૂહલગ્નમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નમાં 27 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને તેમને દાતાઓ દ્વારા ફ્રિજ, ટીવી, તિજોરી સહિત 100થી વધુ વસ્તુઓ કરિયાવરમાં ભેટ આપવામાં આવી હતી.

ઓડી માટે જમીન ન વેચતા, સમાજની વાડીઓના બાંધકામના બદલે શિક્ષણની જરૂર
ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે, બાપદાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ના વેચતા, પેટ માટે જરૂૂર પડે તો જ વેચજો. 21 મી સદીમાં જીવતા હોવાનો વહેમ રાખીઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે, એનું શું પરિણામ આવે છે. આમ, સ્ટેજ ઉપર બેઠેલા બધા આગેવાનની હાજરીમાં ગોરધન ઝડફિયાએ આવા સૂચન કર્યા હતા. તેમણે આગળ કહ્યું કે, સમાજમાં પરિવર્તન ના લાવી શક્તા હોય તો કોઈ હોદ્દા ઉપર રહેવાની આગેવાનને જરૂર નથી. પાટીદાર સમાજે સમાજની વાડીઓનું બાંધકામ બંધ કરવું પડશે અને શિક્ષણ ઉપર ધ્યાન આપવું પડશે. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપતિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. સંસ્કાર વિનાની તો રાવણ જોડે સોનાની લંકા હતી, પણ તે સુખી નહોતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *