Connect with us

આંતરરાષ્ટ્રીય

ચૂંટણીમાં ટ્રમ્પ હારશે તો મને જેલ ભેગો કરાશે: મસ્ક

Published

on

વિશ્ર્વના સૌથી ધનિક માણસને રાજકારણનો ડર!


ઈલોન મસ્કને ડર છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આગામી પ્રમુખપદની ચૂંટણીમાં કમલા હેરિસ સામે હારી જશે તો તેમને જેલ પણ થઈ શકે છે. મસ્કે એમ પણ કહ્યું હતું કે જો કમલા હેરિસ ચૂંટણી જીતે છે તો શક્ય છે કે અમેરિકામાં ફરી ક્યારેય ચૂંટણી નહીં થાય. મસ્કે આ વાત એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એલન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.


એન્કર ટકર કાર્લસન સાથેની મુલાકાતમાં, એલોન મસ્કને પૂછવામાં આવ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો શું થશે? આ સવાલ પર ટ્રમ્પ પહેલા ચોંકી ગયા અને પછી હસતાં હસતાં કહ્યું, જો ટ્રમ્પ ચૂંટણી હારી જાય તો સમજી લે કે હું ગયો છું. તમને લાગે છે કે હું કેટલા વર્ષ માટે જેલમાં જઈશ? શું હું મારા બાળકોને પણ જોઈ શકીશ? મને ખબર નથી. ઉલ્લેખનીય છે કે ઈલોન મસ્કએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું અને તાજેતરમાં જ પેન્સિલવેનિયાના બટલરમાં ટ્રમ્પની રેલીમાં ઈલોન મસ્કે પૂર્વ રાષ્ટ્રપતિ સાથે સ્ટેજ શેર કરીને ટ્રમ્પને ચૂંટણી જીતવાની અપીલ કરી હતી.

આંતરરાષ્ટ્રીય

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

Published

on

By

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે કહ્યું કે અમે હસન નસરુલ્લાહની સ્થાને બનેલા હિઝબુલ્લાહના નવા અધ્યક્ષને પણ મારી નાખ્યો છે. તેમણે નસરુલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનની હત્યાની પણ પુષ્ટી કરી હતી. નેતન્યાહુએ કહ્યું કે અમે આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની કમર તોડી નાખી છે. તેના હજારો આતંકવાદીઓ માર્યા ગયા છે.


નેતન્યાહુએ લેબનાનના લોકોને પણ અપીલ કરી છે કે તેઓ હિઝબુલ્લાહનો શિકાર બનીને પોતાનું ભવિષ્ય બગાડે નહીં અને તેનાથી છૂટકારો મેળવે. આ પહેલા ઈઝરાયલના રક્ષા મંત્રી યોઆવ ગૈલેંટે કહ્યું હતું કે એવું લાગે છે કે નસરુલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન પણ માર્યો ગયો છે. ગયા સપ્તાહના અંતમાં ઇઝરાયલના હવાઈ હુમલા પછી સફીદ્દીનને જાહેરમાં જોવા મળ્યો નથી.


દરમિયાન ઇઝરાયલની સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે તેણે બેરૂૂતમાં થયેલા હુમલામાં હિઝબુલ્લાહ હેડક્વાર્ટરના વરિષ્ઠ કમાન્ડર સુહેલ હુસૈનીને મારી નાખ્યો છે. હુસૈની આતંકવાદી જૂથના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની દેખરેખ રાખતો હતો. હિઝબુલ્લાહ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુસૈની ઈરાનથી અદ્યતન હથિયારોના ટ્રાન્સફર અને આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના વિવિધ એકમોને તેના વિતરણમાં સામેલ હતો.


સેનાએ લેબનીઝ લોકોને બીચથી દૂર રહેવાની સલાહ આપી છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે એક કલાકની અંદર દક્ષિણ લેબનાનમાં 120થી વધુ હિઝબુલ્લાહ સ્થળોને ટાર્ગેટ કર્યા છે. લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે હુમલામાં ઓછામાં ઓછા 10ના મોત થયા છે. હવાઈ હુમલાની સાથે ઇઝરાયલની સેના દક્ષિણ લેબેનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ સામે જમીની કાર્યવાહી પણ કરી રહી છે. ઇઝરાયલી સેનાની ચોથી ડિવિઝનને દક્ષિણ લેબનાનમાં તૈનાત કરવામાં આવી છે.

Continue Reading

Sports

ઇંગ્લેન્ડના જો રૂટે રચ્યો ઇતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન બનાવ્યા

Published

on

By

પાકિસ્તાન સાથેની ટેસ્ટ દરમિયાન સિધ્ધિ મેળવી

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જો રૂૂટે રનોનો પહાડ ઊભો કરી દીધો છે. પાકિસ્તાન સામે રમાય રહેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન તેણે એક એવો કીર્તિમાન રચ્યો છે જે અત્યાર સુધીમાં કોઈ બેટ્સમેન કરી શક્યો નહોતો. ઇંગ્લેન્ડના સ્ટાર જો રૂૂટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજાર રન બનાવનાર પહેલો બેટ્સમેન બની ગયો છે.


મુલ્તાનમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ દરમિયાન જો રૂૂટે મોટી સિદ્ધિ મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં સતત રન બનાવી રહેલા આ બેટ્સમેનના નામે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 5 હજારથી વધુ રન થઈ ચૂક્યા છે. ટૂર્નામેન્ટમાં 59મી મેચ રમી રહેલા આ બેટ્સમેને અત્યાર સુધીમાં 16 સદી અને 20 અડધી સદી ફટકારી છે. મુલ્તાન ટેસ્ટની પહેલી ઇનિંગમાં બીજા દિવસે જો રૂૂટ 32 રન બનાવીને અણનમ રહ્યો છે. તેની પાસે ટીમને વધુ એક સદીની આશા હશે.


જો રૂૂટે 59 ટેસ્ટ મેચની 107મી ઇનિંગમાં 5000 રનનો આંકડો પાર કર્યો. 51.59ની સરેરાશથી બેટિંગ કરતા 16 સદી અને 20 અડધી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેન લિસ્ટમાં બીજા નંબરે છે. તેણે 45 મેચ રમીને 11 સદી અને 19 અડધી સદી સાથે 3904 રન બનાવ્યાં છે. ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ છે, જેણે 3486 રન બનાવ્યાં છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ 3101 રનની સાથે ચોથા જ્યારે પાકિસ્તાનના બાબર આઝમ 2755 રન બનાવીને પાંચમાં નંબરે છે.

Continue Reading

Sports

ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય

Published

on

By

હાઇબ્રીડ મોડેલથી રમાશે ટૂર્નામેન્ટ, ફાઇનલ મેચ દુબઇમાં રમાવાની સંભાવના

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ઈંઈઈ ટૂર્નામેન્ટ આવતા વર્ષની શરૂૂઆતમાં રમાશે. જો કે ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. ભારતીય ટીમે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ટીમ 2025 ઈંઈઈ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની શક્યતાઓ નહિવત છે. આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ પાકિસ્તાનની બહાર યોજાઈ શકે છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સંબંધો સારા નથી, જેના કારણે ભારતીય ટીમ આ દેશનો પ્રવાસ નથી કરતી. આને કારણે, બંને ટીમો વચ્ચે કોઈ શ્રેણી રમાતી નથી, માત્ર ઈંઈઈ ટૂર્નામેન્ટ અને એશિયા કપ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો રમાય છે. ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર, આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલ પર રમી શકાય છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ લાહોરમાં રમાવાની છે. પરંતુ જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ મેચ પણ પાકિસ્તાનની બહાર જ થશે, આ મેચ દુબઈમાં યોજાય તેવી પૂરી શક્યતા છે.


આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા તેની તમામ ગ્રુપ સ્ટેજની મેચો પાકિસ્તાનની બહાર રમશે અને સેમીફાઈનલમાં પહોંચ્યા પછી સ્થળમાં ફેરફાર કરવામાં આવશે. હાલમાં બંને સેમીફાઈનલ પાકિસ્તાનમાં જ રમવાની છે. પાકિસ્તાનને એશિયા કપ 2023ની યજમાની પણ મળી છે. પરંતુ તેમ છતાં ભારતીય ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ન હતો. આ ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડલમાં કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી અને ફાઈનલ પણ અહીં જ યોજાઈ હતી. એટલે કે એ જ ફોર્મ્યુલા ફરી એકવાર અજમાવી શકાય.


લગભગ 8 વર્ષની રાહ જોયા બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ફરી શરૂૂ થઈ રહી છે અને આ ટૂર્નામેન્ટ છેલ્લા 29 વર્ષમાં પાકિસ્તાનની ધરતી પર પ્રથમ ઈંઈઈ ઈવેન્ટ પણ છે. ડ્રાફ્ટ શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ લાહોરમાં રમવાની છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી, 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે બીજી મેચ રમશે. ભારત 1 માર્ચે ટુર્નામેન્ટના યજમાન અનેકટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. પરંતુ જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો આ તમામ મેચોના સ્થળોમાં ફેરફાર જોવા મળી શકે છે.

Continue Reading
રાષ્ટ્રીય5 hours ago

દિલ્હીના સીએમ આવાસને કરાયું સીલ,આતીશિની વસ્તુઓ બહાર ફેક્વાનો આપનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો

મનોરંજન5 hours ago

‘ભૂલ ભુલૈયા 3’માં ‘મંજુલિકા’ના કમબેકથી ખુશ વિદ્યા બાલન,જાણો કોણે શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રીય5 hours ago

ચકચારી રૂપ કંવર સતી કેસના 37 વર્ષ બાદ આવ્યો કોર્ટનો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ, પતિની ચિતા સાથે યુવતીને જીવતી સળગાવી

ગુજરાત5 hours ago

હોલસેલ વેપારીઓને ત્યાં મનપા ત્રાટક્યું, વધુ 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

ગુજરાત5 hours ago

લગ્નના 15 દી’ પૂર્વે યુવકનો આપઘાત

ગુજરાત5 hours ago

અગ્નિકાંડમાં તારીખ પે તારીખ: જાપતા સાથે આરોપીને હાજર નહીં રખાતા પાંચમી મુદત

ગુજરાત5 hours ago

હાથીખાનામાં એક પુરુષ કોલેરા પોઝિટિવ, કુલ 10 કેસ

ગુજરાત5 hours ago

જાહેર માર્ગો પર નડતરરૂપ 584 રેંકડી, કેબિન, બોર્ડ-બેનરો જપ્ત

આંતરરાષ્ટ્રીય5 hours ago

નસરૂલ્લાહના ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયલે ઠાર માર્યો

ગુજરાત5 hours ago

રાજકોટ રેલવે ડિવિઝન પર 1.16 લાખ મુસાફરોએ QR કોડ દ્વારા બુક કરી 1.33 કરોડની ટિકિટો

રાષ્ટ્રીય1 day ago

આવતા અઠવાડિયે આવશે દેશ માં સૌથી મોટો આઈપીઓ ,તો જાણો કેટલી હશે એક શેરની કિંમત

ગુજરાત1 day ago

વડોદારામાં ગરબા દરમિયાન ખેલૈયાઓ વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, આયોજકોએ મામલો થાળે પાડ્યો, જુઓ VIDEO

મનોરંજન1 day ago

માંડ માંડ બચી તુલસી કુમાર!!! શૂટિંગ દરમિયાન સિંગર પર પડી દીવાલ, જુઓ VIDEO

રાષ્ટ્રીય9 hours ago

પોલીસની હાજરીમાં જ ભાજપના ઘારાસભ્યને માર્યો ફડાકો, જુઓ VIDEO

રાષ્ટ્રીય2 days ago

ચૂંટણીના પરિણામો વચ્ચે શેર બજારમાં તેજી, Nifty 100 પોઈન્ટથી વધુ તો સેન્સેક્સમાં 350થી વધુનો ઉછાળો

ગુજરાત1 day ago

ગરબા રમવા બાબતે પિતાએ ઠપકો આપતા નવપરિણીત પુત્રએ ફાંસો ખાઇ જીવ ટૂંકાવ્યો

ગુજરાત1 day ago

કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત

ગુજરાત1 day ago

RTO દ્વારા ટુ વ્હિલર માટે GJ-03-NSમાં ગોલ્ડન તથા સિલ્વર નંબરનું ઓક્શન

ગુજરાત1 day ago

દાઢીના ઓપરેશનમાં ખામી રાખી દીધાની ઐશ્ર્વર્ય હોસ્પિટલના તબીબો સામે પોલીસમાં અરજી

આંતરરાષ્ટ્રીય1 day ago

શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિને મળશે પુતિન, ઈઝરાયલને ઘેરવાની તૈયારી?

Trending