ગરબામાં યુવતીની છેડતી કરી કે દારૂ ઢીંચીને આવ્યા તો ‘SHE’ટીમ કરશે પોંખણા

નવરાત્રિમાં મહિલા પોલીસની ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં ‘રોમિયોગીરી’ કરતા શખ્સો પર રાખી રહી છે નજર રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે…

નવરાત્રિમાં મહિલા પોલીસની ટીમો ટ્રેડિશનલ ડ્રેસમાં ‘રોમિયોગીરી’ કરતા શખ્સો પર રાખી રહી છે નજર

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઇ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક શી ટીમ કાર્યરત છે. આ ટીમ દ્વારા મહિલાઓ, સિનિયર સીટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક શી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે.હાલ નવલા નોરતાનો રંગારંગ પ્રારંભ થઈ ચુક્યો છે.ત્યારે શહેરના વિવિધ પોલીસ મથકની પાંચ શી ટીમ કાર્યરત થઈ ચુકી છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાના નેજા હેઠળ શી ટીમને નવરાત્રી દરમ્યાન યુવતીઓની છેડતી કરતા રોમીયોને કાયદાના પાઠ ભણાવવા ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલીંગ કરવા સુચના આપવામાં આવી છે.

શહેરભરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાંચ શી ટીમ કાર્યરત કરવામાં આવી જેમાં એક ટીમમાં ચાર મેમ્બરનો સમાવેશ કરાયો છે. જેમાં બે ટ્રેડિશનલ ડ્રેસમાં, એક યુનિફોર્મમાં, અને એક દુર્ગા શકિત જે ચારેય ટીમ મેમ્બરો શહેરના વિવિધ રાસ-ગરબામાં જઈ યુવતીઓની છેડતી કરતા કે દારૂૂનો નશો કરી ગરબા રમવા આવેલાને પકડી નજીકના પોલીસ સ્ટેશને સોંપવાના આવે છે. બાદ પોલીસ દ્વારા ઝડપાયેલા જેતે સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે.

આ અંગે શી ટીમ ના ઈન્ચાર્જ કોકીલાબેન સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગત વર્ષે રાસ-ગરબામાં ગૂડ ટચ-બેડ ટચ અંગે યુવતીઓને માહિતગાર કરવામાં આવી હતી. જયારે આ વર્ષે રોમીયોગીરી કરતા, દારૂૂ પીધેલા સહિતના તત્વો સામે ખાસ વોચ રાખવાની સુચના અન્વયે પાંચ ટીમો તૈયાર કરવામાં આવી છે. જેમાં ગરબા ગ્રાઉન્ડ પર અમો ટ્રેડિશનલ ડ્રેસમાં જતા હોય છે.જેથી કોઈ શખસ રોમીયોગીરી કરતો જણાય તો જેતે પોલીસ સ્ટેશનને સોંપવાની અમારી કામગીરી રહેતી હોય છે.

તેમજ મારી ટીમમાં પોલીસ કોન્સટેબલ દક્ષાબેન, પ્રિયકાંદેવી, મોનિકાબેન અને એલઆર પાયલબેન સહિતના કાર્યરત છે.છોકરાઓને અમારો સંદેશ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને યુવતીઓએ ડરવાની જરૂૂર નથી, કશું યે અનિરછનીય લાગે તો 181 ડાયલ કરો.અને ગરબા પૂર્ણ ન થાય ત્યાં સુધી યુવતીઓની સુરક્ષા-સલામતી માટે શી ટીમ સતત પેટ્રોલીંગ પર રહેશે તેમ અંતે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *