હું મંદિરે જતાં મુસાફરનું ભાડું નથી લેતો, વિધર્મી રિક્ષાચાલકે મહિલાને વિશ્ર્વાસમાં લઈ દુષ્કર્મ ગુજાર્યુ

તારો વીડિયો મારી પાસે છે, સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી : હિંદુ સંગઠનોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી શહેરના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી એક…

તારો વીડિયો મારી પાસે છે, સંબંધીઓને વાયરલ કરી દેવાની ધમકી આપી : હિંદુ સંગઠનોને હકીકત જણાવી ફરિયાદ નોંધાવી

શહેરના કોઠારીયા રોડ નજીકના વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે પરિચય કેળવી, રિક્ષાચાલકે તેના ઘરે જઈ મારકૂટ કરી અને ’તારો વીડિયો મારી પાસે છે, તે તારા સગા-વ્હાલાને મોકલી તને બદનામ કરીશ’ તેવી ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ભોગ બનનાર 45 વર્ષીય મહિલાની ફરિયાદ પરથી રિક્ષાચાલક જુબેર કાસમભાઈ કુરેશી (રહે. દેવપરા સીંદૂરીયા ખાણ, કોઠારીયા મેઈન રોડ) સામે દુષ્કર્મ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

ભોગ બનનારે પોલીસને જણાવ્યું કે, તેને પતિ સાથે મનમેળ ન હોવાથી છેલ્લા 20 વર્ષથી અલગ રહે છે. આશરે ચાર વર્ષ પહેલાં તેને રાજકોટ નજીકના ગામે માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી રિક્ષા ભાડે કરી હતી. વાતચીત દરમિયાન રિક્ષાચાલક આરોપી જુબેરે જણાવ્યું હતું કે,હું મંદિરે જતા પેસેન્જરનું ભાડું લેતો નથી.મહિલાએ ભાડું આપવા આગ્રહ કર્યો હોવા છતાં આરોપીએ ભાડું લીધું ન હતું.

તેને અવાર-નવાર દર્શનાર્થે જવાનું થતું હોવાથી તેણે આરોપીનો નંબર લીધો હતો.તે દિવસે બે કલાક પછી તે દર્શન કરી પરત રાજકોટ ઘરે આવી ગયા હતા.બપોરે તે ઘરે હતા ત્યારે આરોપીએ ત્યાં ધસી આવી, તેના મોઢે હાથથી ડૂમો દઈ ઢીકાપાટુનો માર મારી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ ’જો તું કોઈને કહીશ તો તારો વીડિયો મારી પાસે છે, હું તારો વીડિયો તારા સગા-વ્હાલાને મોકલી તને બદનામ કરીશ’ કહી ધમકી આપી જતો રહ્યો હતો. જતાં-જતાં તેણે એવી પણ ધમકી આપી હતી કે ’મારા ભાઈએ મર્ડર કરેલ છે અને તે હાલ જેલમાં છે, તારે મારી સાથે સંબંધ રાખવો જ પડશે, નહીતર તારો વીડિયો વાયરલ કરી દઈશ.’

ત્યારબાદ આરોપી તેની સાથે ફોનમાં અને વોટ્સએપમાં વાતચીત કરતો હતો.તે ગમે તે સમયે તેના ઘરે ધસી જઈ ધમકી આપી હવસનો શિકાર બનાવતો હતો.એકાદ માસ પહેલાં જ્યારે મહિલા તેના ભાઈ સાથે હોટલમાં જમવા ગઈ હતી, ત્યારે પણ રાત્રે આરોપીએ તેના ઘરે જઈ ’કેમ ફોનમાં સરખી વાતચીત કરતી નહોતી’ કહી મારકૂટ કરી હતી, જેમાં મહિલાને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ ગત તા. 28-2-26નાં રોજ ફરી આરોપીએ તેના ઘરે જઈ બળજબરી કરી હતી.

છેલ્લા ચાર વર્ષથી આરોપી ત્રાસ આપી બળજબરી કરતો હોવાથી અંતે મહિલાએ હિન્દુ સંગઠનનો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી. ત્યારબાદ પોલીસ કમિશનરને અરજી કરી અંતે આ મામલે ભક્તિનગર પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *