પાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી

  ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર તેમજ પાકિસ્તાનના પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી તેને ભથ્થા પેટે કેટલીક રકમ લેવાની…

 

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર તેમજ પાકિસ્તાનના પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી તેને ભથ્થા પેટે કેટલીક રકમ લેવાની બાકી છે. ગિલેસ્પીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે, પીસીબી તરફથી હજુ મારા કેટલાક બાકી પગારની રકમ માટે રાહ જોઈ રહ્યો છું.
પાક. બોર્ડ તરફથી આ બાકી રકમની મંજૂરીની રાહ જોઈ રહ્યો છું. 2024માં ઓસ્ટ્રેલિયાના પૂર્વ બોલર જેસન ગિલેસ્પી અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી ગેરી કર્સ્ટનની પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ટેસ્ટ તેમજ સિમિત ઓવર માટેના હેડ કોચ તરીકે નિમણૂક કરી હતી. બંનેને બે વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવ્યા હતા પરંતુ છ મહિનાની અંદર જ રાજીનામું આપવાની ફરજ પાડી હતી.

બંને વિદેશી કોચને રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં સ્થાન સહિત વધુ છૂટછાટને બોર્ડે પરત ખેંચી હતી. ત્યારબાદ સૌપ્રથમ વખત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેની નાણાકીય બાબતો અંગે કોઈએ મૌન તોડ્યું છે. ગિલેસ્પીએ જણાવ્યું કે, હું પીસીબી પાસેથી મારા ભથ્થાની રાહ જોઈ રહ્યો છું. ગેરી અને મને એક ટીમ તૈયાર કરવાનું સપનું વહેંચવામાં આવ્યું હતું. એક મેચમાં પરાજય થતા જ આ સપનાને બારીમાંથી બહાર ફેંકી દેવામાં આવ્યું હતું. પીસીબીએ નેશનલ ટીમના હેડ કોચ અને લાહોર સ્થિત હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે ડાયરેક્ટરના પદ માટેના આવેદનો મંગાવતી જાહેરાત શનિવારે વેબસાઈટ પર મુકી હતી. પૂર્વ ક્રિકેટર અકિબ જાવેદ હાલમાં પાકિસ્તાન ટીમનો વચગાળાનો હેડ કોચ છે અને તેને હવે કાયમી ધોરણે આ પદ સોંપવામાં આવે તેવી સંભાવના છે. પીસીબીએ આવેદનો સોંપવાની અંતિમ તારીખ 5મી મે નિર્ધારિત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *