‘હું કુંવારો છું’ બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી કારકાનેદારનું ત્યક્તા ઉપર દુષ્કર્મ

શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક ત્યકતાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં…

શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં એક ત્યકતાને લગ્નની લાલચ આપી ગોડલના નવાગામના પરણેલા શખ્સે ફસાવી અવાર-નવાર રાજકોટ તેમજ રિસોર્ટ, હોટેલમાં લઇ જઈ દુષ્કર્મ આચરી છેલ્લે લગ્નની ના પાડી દેતાં તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે. તે બે સંતાનનો પિતા છે. આરોપીએ છેલ્લે ભોગ બનનારને ગર્ભ રહી ગયો હતો તે પણ ધમકી આપીને પડાવી નાંખ્યો હતો.

વધુ વિગતો મુજબ,ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે ગોંડલના નવાગામમાં રહેતાં કારખાનેદાર સંજય મનસખુભાઇ કંડોલીયા (ઉ.વ.38) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ફરિયાદની વિગત મુજબ ભોગ બનનાર મહિલાના વર્ષ 2020માં છુટાછેડા થઇ ગયા હતાં. તેમને એક સંતાન હોઇ જેના ઉછેર માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન પરીચીતને વાત કરી કોઇ સારો યુવાન હોય તો જાણ કરવા કહ્યું હતું.

તપાસનીશ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ આર. જી. પઢારીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2022માં આ મહિલાનો સંપર્ક ગોંડલ નવાગામના સંજય કંડોલીયાએ કર્યો હતો અને પોતે કારખાનેદાર હોવાનું અને લગ્ન કરવા ઇચ્છુક હોવાનું તેમજ અપરિણીત હોવાનું કહ્યું હતું. મહિલાને તેના પર વિશ્વાસ બેસી જતાં શરૂૂઆતમાં એક બીજા સાથે વાતચીત કરી હતી. બાદમાં સંજયએ તેણીને પોતે ખુબ જ પ્રેમ કરે છે અને ટુંક સમયમાં જ લગ્ન કરી લેશે તેવું કહી તેણી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી તે અવાર-નવાર લગ્ન કરી જ લેવાના છે તેમ કહી રાજકોટમાં તેમજ રિસોર્ટમાં અને હોટેલમાં તથા અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધી લેતો હતો.

ભોગ બનનાર મહિલા જ્યારે પણ લગ્ન કરવાનું કહે ત્યારે તે અલગ અલગ બહાના બતાવી દેતો હતો. આ દરમિયાન તેણીને બે મહિનાનો ગર્ભ રહી જતાં ધાકધમકી આપીને ગર્ભપાત કરાવડાવી નાંખ્યછ હતો. આ પછી તેણીને શંકા જતાં તપાસ કરતાં સંજય પરણેલો અને બે સંતાનનો પિતા હોવાની ખબર પડી હતી. ત્યારે પણ સંજયએ લગ્ન કરી લેશે તેવુ કહ્યું હતું. પણ છેલ્લે ગાળો દઇ ડરાવી ધમકાવી તરછોડી દીધી હતી અને લગ્નની ના પાડી દીધી હતી. આથી પોતાની સાથે ઠગાઇ થયાનું અને શારીરિક શોષણ થયાનું જણાતાં તેણી મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પીઆઇ આર. જી. પઢીયાર તથા રાઇટર અરૂૂણાબેને ગુનો દાખલ કર્યો હતો. આરોપી સંજય કંડોલીયાની ધરપકડ કરી લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *