ફ્રેન્ડશિપ બાદ લગ્નની લાલચ આપી યુવતીનું સર્વસ્વ લૂંટી લીધું, બીજા લગ્ન કરતા જ પોલીસ પોંખવા પહોંચી
યુવકના બીજા લગ્નની જાણ થતા યુવતીને કહ્યું, મારા આ બીજા લગ્ન માંડ નક્કી થયા છે તું મારી મજબૂરી સમજ!
રાજકોટમાં વીસ વર્ષની યુવતિને 40 વર્ષના ઢગાએ ફ્રેન્ડશીપના નામે ભોળવી તેના મોબાઇલ નંબર મેળવી હું લાઇફમાં એકલો છું, મારા ઘરના મને સમજતા નથી, હું સારો વ્યક્તિ છું કહીને વહોટ્સએપમાં મેસેજ મોકલી ફ્રેન્ડશીપ કરી બાદમાં લગ્નની લાલચ આપી યુવતિ સાથે બળાત્કાર ગુજારી લેતાં યુવતિની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી ગઇકાલે આ શખ્સના લગ્ન થયા એ સાથે જ તેની સામે ગુનો નોંધી પુછતાછ માટે સકંજામાં લીધો હતો.
યુવતિની ફરિયાદ પરથી મવડી પાળ રોડ વિસ્તારમાં રહેતાં 40 વર્ષના દિલીપ નાનજીભાઇ ચાવડા નામના શખ્સ વિરૂૂધ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
યુવતિએ પોલીસને જણાવ્યું હતું કે હું ગયા સપ્ટેમ્બર મહિનામાં પાળતુ પક્ષી મારી પાસે હોઇ તેને લઇને અવાર-નવાર આટો મારવા નીકળતી હતી ત્યારે દિલીપ મારી સામે જોયા કરતો હતો. એ પછી એક દિવસ તેણે મારો મોબાઇલ નંબર માંગ્યો હતો. ત્યારબાદ તેણે મારા વ્હોટ્સએપમાં હાઇનો મેસેજ લખ્યો હતો અને તારે મારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે?
હું મારી લાઇફમાં એકલો જ છું, મારા ઘરના મને સમજતા નથી, હું સારો વ્યક્તિ છું અને હું કોઇને કહીશ નહિ. તેવો મેસેજ મોકલ્યો હતો. જેથી મેં તેને માત્ર ફ્રેન્ડ તરીકે વાત કરવાની હા પાડી હતી. ત્યારબાદ તેણે મને કહેલુ કે હું તારી સાથે મેરેજ કરી લઇશ, તુ મને મળવા આવ. આથી મને તેના પર વિશ્વાસ આવતાં ફરીથી તેની સાથે વાતચીત ચાલુ કરી હતી. એ પછી દિલીપના ઘરે અમારી ખબર પડી જતાં તેના માતા, ભાભીએ મને બોલાવી કહેલુ કે તમારુ આ જે ચાલે છે તે તમારી રીતે પુરો કરો નહિતર હેરાન થઇ જશો.
જેથી મને બીક લાગતાં મેં દિલીપ સાથે વાત બંધ કરી દીધી હતી. ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં હું એકલી હતી ત્યારે અચાનક દિલીપ ઘરે આવી ગયો હતો અને તું કેમ મારી સાથે વાત નથી કરતી, મારુ શું થશે, મારા ઘરના સભ્યો તને ખીજાય છે, પણ હું તને ક્યાં કંઇ કહુ છું? તું મારી સામુ તો જો. તેમ કહી મારી સાથે ખરાબ વાત કરી હતી. એ પછી ફરીથી અમે ફોનમાં વાતચીત કરતાં થયા હતાં.
ત્યારબાદ મને ખબર પડી હતી કે તેના લગ્ન બીજે નક્કી થઇ ગયા છે. મેં તેને લગ્નની વાત કરતાં તેણે ફોનમાં ઝઘડો કરીને કહેલું કે-મારા આ બીજા લગ્ન પણ માંડ કરીને નક્કી થયા છે, તું મારી મજબૂરી સમજ, હવે આપણે વાત નહિ કરીએ તેમ કહેતાં મેં તેનો નંબર બ્લોક કરી નાંખ્યો હતો.
સમાજમાં બદનામી થશે એવા ડરથી મેં કોઇને વાત કરી નહોતી. દિલીપે ફ્રેન્ડશીપ કરી પછી લગ્નની લાલચ આપી દૂષ્કર્મ આચરી લીધુ હોઇ મારે ફરિયાદ કરવી પડી હતી.
તેમ ભોગ બનનારે જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી આરોપી દિલીપ નાનજીભાઇ ચાવડાના બીજા લગ્ન ગઇકાલે જ થયા હતાં એ સાથે જ પોલીસે તેને પકડી લીધો હતો.
મારા લગ્ન ભલે બીજી જગ્યાએ નક્કી થયા હોય હું તો તારી સાથે જ લગ્ન કરીશ,કહી ઘરમાં ઘૂસી શરીરસબંધ બાંધી લીધો!
યુવતીએ આક્ષેપ સાથે ફરિયાદમાં જણાવ્યું કે,તા. 22/1/25ના રોજ હું ઘરે એકલી હતી ત્યારે દિલીપે હું તને મળવા આવુ છું તેમ કહેતાં ના પાડવા છતાં તે સવારે ઘરમાં ઘુસી ગયો હતો અને કહ્યું હતું કે-હું ના પાડુ છું છતાં મારા ઘરના લોકોએ મારા લગ્ન બીજી જગ્યાએ નક્કી કરી નાંખ્યા છે પણ મારે તારી સાથે જ લગ્ન કરવા છે તેમ કહી મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધી લીધો હતો.આરોપી દિલીપના અગાઉ એક લગ્ન થયા હતાં અને તૂટી ગયા હતાં.
એકવાર ખરાબ મેસેજ કર્યો ત્યારે યુવતીએ દિલીપને બ્લોક કરી નાખ્યો’તો
યુવતીએ જણાવ્યું કે,અમે બંને અવાર-નવાર ફોન કોલથી અને મેસેજથી વાત કરતાં હતાં. તે પોતાના જીવનની બધી વાત મારી સાથે કરતો હતો. એક વખત તેણે અમે ભેગા થયા ત્યારે ખરાબ વાત કરી હતી. જેથી મેં તેને હવે પછી મેસેજ ન કરવા કહી તેનો નંબર બ્લોક કરી દીધો હતો.