મોરબીમાં રિસામણે બેઠેલી પત્નીને પતિએ માર મારી ધમકી આપી

મોરબીમાં રીસામણે માવતરે રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી પતિ સહિતના બે ઇસમોએ ઘરે જઈને પરિણીતાને ઢીકા પાટું માર મારી જાનથી…

મોરબીમાં રીસામણે માવતરે રહેતી પરિણીતાએ પતિ વિરુદ્ધ ભરણપોષણ ફરિયાદ કરી હોવાનો ખાર રાખી પતિ સહિતના બે ઇસમોએ ઘરે જઈને પરિણીતાને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

મોરબીના ભડિયાદ કાંટે રહેતા પુષ્પાબેન રાકેશભાઈ સાગઠીયા (ઉ.વ.37) નામની મહિલાએ આરોપી પતિ રાકેશ દેવજીભાઈ સાગઠીયા અને ચિરાગ અમૃતભાઈ સાગઠીયા રહે બંને મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી રાકેશ પુષ્પાબેનના પતિ થતા હોય જેના વિરુદ્ધ મોરબી કોર્ટમાં ભરણપોષણ ફરિયાદ કરી છે અને પુષ્પાબેન હાલ માવતરે રીસામણે છે ત્યારે બંને આરોપીઓ મહિલાના ઘરે જઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીમાં પગપાળા જતાં યુવકને ક્ધટેનરે ઠોકર મારતા મોત
શનાળા ગામ નજીક નવી બની રહેલી મેડીકલ કોલેજ સામે પગપાળા જતા અજાણ્યા પુરુષને ક્ધટેનર ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. મોરબીના શકત શનાળા ગામના રહેવાસી દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાએ ક્ધટેનર જીજે 39 ટી 1603 ના ચાલક દિનમહમદ હુશેન રઝા રહે ઉત્તરપ્રદેશ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 08 ના રોજ બપોરના એકાદ વાગ્યે અજાણ્યો પુરુષ આશરે 30 વર્ષ વાળો મોરબી રાજકોટ હાઈવે પર નવી બનતી મેડીકલ કોલેજ સામે હાઈવે રોડ પર પહોંચતા રસ્તાની સાઈડમાં ચાલતો હતો ત્યારે ક્ધટેનર ચાલકે યુવાનને અડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ક્ધટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *