જેતપુરની પરિણીતાને ભરણપોષણ નહીં ચૂકવનાર પતિને 32 માસની જેલ

જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને કોર્ટે 32 માસની સજા ફરમાવતો જેતપુર ફેમેલી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ જેતપુરની પરણીતા ઉર્મીશા હરેનભાઈ…

જેતપુરની પરણીતાને ભરણ-પોષણ નહી ચુકવતા પતિને કોર્ટે 32 માસની સજા ફરમાવતો જેતપુર ફેમેલી કોર્ટે હુકમ કર્યો છે. આ કેસની હકિકત મુજબ જેતપુરની પરણીતા ઉર્મીશા હરેનભાઈ પરમારે જેતપુર કોર્ટમાં તેના પતિ વિરૂૂધ્ધ ક્રિ.પ્રો કોડ કલમ125 હેઠળ ભરણ-પોષણ મેળવવા માટે અરજી કરેલી તેમજ ભરણ-પોષણની પણ માંગણી કરેલી જેમાં કોર્ટે ઉર્મીશાબેને માસીક રૂૂા.8000/- દરેક માસે ચુકવી આપવાનો હુકમ કરેલો પરંતુ તેણીના પતિ હિરેન મહેન્દ્રભાઈ પરમાર 33 માસના ભરણ-પોષણ ની રકમ ભરતા ન હોય તેમજ કોર્ટમાં હાજર થતા જ ભરણ-પોષણની રકમ ચુકવવાનો સખત ઈન્કાર કરેલ તેથી જેતપુરના એડી.ફેમેલી જજે રૂૂા.2,64,000 નહી ચુકવવામાં કસુર બદલ 33 માસની સામે 32 માસ (એટલે કે 2 વર્ષ અને 8 માસ)ની સાદી કેદની સજા ફરમાવેલ ઉપરોકત કિસ્સો કોર્ટનો હુકમ હોવા છતાં ભરણપોષણ નહી ચુકવતા પતિઓ માટે લાલબતી રૂૂપ કિસ્સો છે.

ઉપરોકત કેસમાં પરણીતા ઉર્મીશાબેન પરમાર વતી જેતપુરના મહિલા ધારાશાસ્ત્રી પારૂૂલ જી. સિંધવડ એ આરોપીને જેલમાં મોકલી આપવા માટે દલીલો કરી જે દલીલો ગ્રાહય રાખી તા.30/12/2025 નારોજ આરોપી ને 32 માસ એટલે કે (2 વર્ષ અને 8 માસ)ની સજા ફરમાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *