વેરાવળ શહેરમાં આજથી ત્રણ-ચાર દિવસ પહેલા બે અજાણ્યા શખ્સોએ ગંગાનગરમાં રહેતા પ્રવિણાબેન નામના વૃધ્ધા ના ઘરે આવી તેમની પાસેથી સોનાનું પડ ચડાવેલા બે બંગડીઓ સાફ કરવાના બહાને લઈ કેમિકલવાળું પાણી થી બોટલમા બ્રશ વાટે બંગડીઓ ઘસી બંગડીઓ પરનુ આશરે દશેક ગ્રામ સોનુ આશરે રૂૂા.40 હજારનું બંગડીઓ પરથી કેમીકલવાળા પાણીથી બોટલમા ઓગળાવી લઇ જઇ વૃદ્ધની સાથે છેતરપિંડી કરી નાશી જતા બી.એન.એસ કલમ-318(2),54 મુજબ ગુન્હો નોંધવામાં આવેલ અનુસંધાને જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા આરોપીને પકડી પાડવા સુચના આપતા એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.વી.રાજપુત, પો.સબ ઇન્સ એ.સી.સિંધવ, પો.સબ ઇન્સ. એચ.એલ.જેબલીયાની રાહબરી હેઠળ પો.કોન્સ. અશોકભાઇ મોરી, પો.કોન્સ.રવિભાઇ ગોહિલ તથા એલ.સી બી. ના એ.એસ.આઇ. પીઠરામભાઈ જેઠવા, રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હે.કો. હિતેશભાઇ વાળા, સુનિલભાઈ સોલંકી સહિતનાએ સી.સી.ટી.વી. તથા ટેકનિકલ રીસોર્સથી મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગ દરમ્યાન (1) મુકેશ જુલામી બીરંચી પાસવાન, ઉ.વ.38, ધંધો મજુરી, હાલ રહે. જુનાગઢ, ધરાનગર, મૂળ ગામ- દોડીયા ગામ, ખરીક બજાર, પો.સ્ટે. ખરીક, જી. ભાગલપુર, બિહાર તથા (2) અભિમન્યુ નીરજ પોલો યાદવ ઉ.વ.24, ધંધો. મજુરી, હાલ રહે,જુનાગઢ, ધરાનગર, મૂળ ગામ- તુલસી પુર ગામ, પો.સ્ટે. ખરીક બજાર, જી. ભાગલપુર, બિહાર વાળાને એક પ્લાસ્ટિકની બોટલ લાલ કલરના ઢાંકણા વાળી તેમાં થોડુ સોનેરી કલર નુ પ્રવાહી, પ્લાસ્ટિકના પાઉચ જેમાં મરૂૂન કલર જેવો પાઉડર ભરેલ પાઉચ, પ્લાસ્ટીકનું કાળા ઢાંકણા વાળી બોટલ જેમાં પીળા કલરનું પ્રવાહી આશરે અડધી બોટલ, નાની સફેદ કલરની ડબી જેમાં પીળા કલરનો પાઉડર, ચિનાઈ માટી નું સફેદ જેવું બાઉલ તથા પ્લા.નું નાનું બાઉલ તથા લાકડાની પેટીમાં ફીટ કરેલ પીછી તથા સ્ટીલનો ડબરો અને મોબાઇલ ફોન -02 રૂૂા.10,000 તથા આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, બીઓબી સહીતની બેન્કોના એટીએમ 3, આરસી બુક, અને હીરો હોન્ડા સીબીઝેડ રજી નં.- જી જે 03 સીકે – 1060 વાળી રૂૂા.20000 મળી કુલ રૂૂા.70,000 ના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
વેરાવળમાં દાગીના સાફ કરવાના બહાને સોનાની છેતરપિંડી કરતા બે શખ્સો ઝડપાયા
વેરાવળ શહેરમાં આજથી ત્રણ-ચાર દિવસ પહેલા બે અજાણ્યા શખ્સોએ ગંગાનગરમાં રહેતા પ્રવિણાબેન નામના વૃધ્ધા ના ઘરે આવી તેમની પાસેથી સોનાનું પડ ચડાવેલા બે બંગડીઓ સાફ…
