શેર બજારમાં નાણા ડૂબતા ખાનગી હોસ્પિટલના કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક સંકડામણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ રહેતાં અને હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પોરબંદરના…

રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક સંકડામણના કારણે અનેક પરિવારોના માળા પીંખાયા છે ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટ રહેતાં અને હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પોરબંદરના યુવાને શેર બજારમાં રૂૂપિયા હારી જતા એસિડ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ પોરબંદરના વતની અને હાલ રાજકોટમાં ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર શિલ્પન નોવા પાસે રહેતો અનિલ બાબુભાઇ સાદીયા નામનો 25 વર્ષનો યુવાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર અનિલ સાદીયા પરિવારનો એકનો એક પુત્ર છે અને અપરિણીત છે. અનિલ સાદીયા રાજકોટ રહી ખાનગી હોસ્પિટલમાં ઓ.ટી. આસીસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. શેરબજારમાં એકાદ લાખ હારી જતાં પગલુ હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *