‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી

જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…

જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો

જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા હોય અને તેને સોપારી ખાઇ લેતા પતિએ ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ તેમ કહી ઝઘડો કરી દસ્તા અને ધોકાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા તેની સારવાર દરમ્યાન મોત નીજપતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે જૂનાગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં સકરબાગ પાસે રહેતા સાગર રમેશભાઇ પરમાર (ઉ.વ.26)નામના યુવાને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના બનેલી ભોલા ગોવિંદભાઇ સોલંકીનું નામ આપ્યુ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની બહેની જ્યોતિ દોઢ વર્ષ પહેલા આરોપી ભોલા સાથે ભાગી ગઇ હતી અને ત્યારથી બંન્ને જૂનાગઢમાં મેંદરડા રોડ પર ધરાનગરમાં રહેતા હતા. ગત તા.8ના બહેન અને બનેવી તેના ઘરે સકરબાગ ખાતે મકાનનું છાપરુ રીપેર કરવા આવ્યા હતા. દરમ્યાન બહેન જ્યોતિને સોપારીની બાધા હોવા છતા તેણે સોપારી ખાઇ લેતા પતિએ ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ તેમ કહી ઝઘડો કરી બોલાચાલી શરૂૂ થઈ હતી. તે સમયે પરિવારના સભ્યોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો અને સાંજના સમયે બંને પોતાના ઘરે પરત ફરી ગયા હતા.

પરંતુ ઘરે પહોંચ્યા બાદ બંને વચ્ચે ફરીથી ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. આરોપી ભોલાએ પત્નીને ગાળો આપી મારકૂટ કરી હતી. ત્યારબાદ ગુસ્સામાં આવી દસ્તા અને ધોકાના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાની ગંભીરતા જોતા પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને રાજકોટની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ ઇજાગ્રસ્ત મહિલાના ભાઈને પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. બહેનની સ્થિતિ ગંભીર હોવાથી અને તે નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેના ભાઈએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. સારવાર અને હોસ્પિટલ સુધીની પ્રક્રિયાના કારણે ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.આ કેસમાં પોલીસે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. જેમાં હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનાને આવરી લેતી કલમ, સ્વેચ્છાએ ઇજા પહોંચાડવા સંબંધિત કલમ તેમજ અપમાનજનક અને ઉશ્કેરણીજનક વર્તનની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. દરમ્યાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પરિણીતાનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

મૃતક દશામાની ભૂઇ હોવાથી માતાએ પીએમ કરાવવાનો ઇનકાર કર્યો
જૂનાગઢમાં પતિના હુમલામાં ઘવાયેલી પત્નીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. દરમ્યાન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતક જ્યોતિનું પીએમ કરાવવા તજવીજ હાથ ધરતા તેની માતાએ જ્યોતિ નાનપણથી જ દશામાની ભૂઇ હોવાથી અમારે પીએમ કરાવુ નથી તેમ કહી તબીબો સાથે માથાકૂટ કરી હતી. જો કે, પોલીસે સમજાવટથી મામલો થાળે પાડી પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *