અજાણ્યા વ્યકિતને આપેલ મોબાઈલમાંથી વાત કરતી પત્નીને પતિએ ઠપકો આપતા ફીનાઈલ પીધુ

વાંકાનેરના અમરસરમાં રહેતાં પરિણીતાને મોબાઈલ મામલે પતિએ ઠપકો આપતાં તેણીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને હાલ સિવિલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાંકાનેર…

વાંકાનેરના અમરસરમાં રહેતાં પરિણીતાને મોબાઈલ મામલે પતિએ ઠપકો આપતાં તેણીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને હાલ સિવિલમાં ખસેડવામાં આવી છે. આ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વાંકાનેરના અમરસરમાં રહેતી હીનાબેન ખોડાભાઈ ચાવડા (ઉ.20) નામની પરિણીતાએ પતિની રીક્ષામાં બેસી જતી હતી ત્યારે વાલાસણ ગામથી રાજપીપળા ગામ વચ્ચે ફીનાઈલ પી જતાં તેમને સારવારમાં ખસેડી છે.

પતિ રીક્ષા ચાલક છે અને તેમના લગ્નને દોઢ વર્ષ થયા હતાં. પતિ અને પત્ની બન્ને ફરવા ગયા હતાં. આ સમયે હિના ફોનમાં વાત કરતી હોય ત્યારે તેના પતિએ મોબાઈલ બાબતે પુછતાં તેમણે કહ્યું કે તમારી સાથે રીક્ષા ચલાવતો અજાણ્યો શખ્સે ધમકી આપીને મોબાઈલ આપ્યો છે જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને હીનાએ આ પગલું ભરી લીધું હતું. આ મામલે વાંકાનેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *