શહેરની ભાગોળે આવેલા જામગઢ ગામે રહેતા દંપતી વચ્ચે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો . યુવકને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટનાં જામગઢ ગામે રહેતા ગણેશભાઇ નવીનભાઇ વસાવા નામનાં ર4 વર્ષનાં શ્રમીક યુવકને તેની પત્ની સનમબેન સાથે નજીવા પ્રશ્ર્ને ઝઘડો થયો હતો જેથી યુવકને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર ગણેશ વસાવાને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય બનાવમા આજીડેમ ચોકડી પાસે મુરલીધર કાટાવાળી શેરીમા રહેતા ભરત હસમુખભાઇ વાળા (ઉ.વ. ર9 ) બપોરનાં ત્રણેક વાગ્યાનાં અરસામા માલીયાસણ પાસે હતો . ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી બીજા બનાવમા પોપટપરા વિસ્તારમા આવેલા હંસરાજ નગરમા રહેતા આશીષ વિજયભાઇ નામનાં ર7 વર્ષનાં યુવાને અકળ કારણસર ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
