‘તેરા તુજકો અંતર્ગત’ ફ્રોડનો ભોગ બનનાર અરજદારને 2.61 લાખની રકમ પરત અપાવતી ગાંધીગ્રામ પોલીસ

હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી…

હાલના સમયમા લોકો લોભ લાલચ અને ડરના કારણે અથવા ટેકનોલોજીની જાણકારીના અભાવે સાઇબર ક્રાઇમનો ભોગ બની રહયા છે ત્યારે ગાંધીગ્રામ પોલીસ વિસ્તારના લોકોને તેઓની અરજી કે ફરીયાદમા તુરંત કાર્યવાહી કરી તેઓના સાયબર ફ્રોડમા ગયેલા નાણા પરત અપાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ડીસીપી જગદીશ બાંગરવા તેમજ એસીપી રાધીકા ભારાઇએ સુચના આપી છે.

આ ઘટનાના અનુસંધાને ગાંધીગ્રામ પોલીસ એસ. આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સાયબર સ્કવોડ દ્વારા અરજીના તપાસ કામે સાયબર ફ્રોડમા ભોગ બનેલા લોકોના નાણા કોર્ટ કાર્યવાહી તેમજ બેંક ગેટવે દ્વારા પરત કરાવવાની કામગીરી કરી હતી. હાલ ગાંધીગ્રામ વિસ્તારના અરજદારો સાથે અલગ અલગ રીતે બનેલી સાયબર ફ્રોડના બનાવો સાયબર સ્કવોડ દ્વારા 2.61 લાખ રૂપીયા અરજદારોને અપાવ્યા હતા આ કામગીરી ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમા પીએસઆઇ એસ. એલ. ગોહીલ, કોન્સ્ટેબલ હરેશભાઇ ગોહીલ અને કોન્સ્ટેબલ રાવતભાઇ મકવાણાએ કરી હતી.

આ ફ્રોડમા મોટાભાગે મોબાઇલ પર ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશનના ફોટા મોકલી સામેવાળા દ્વારા ભુલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તેમ કહી વિશ્ર્વાસ કેળવ્યો હતો. તેમજ ટેલીગ્રામ પર ટાસ્ક પુરા કરવા બાબતે, ફેસબુક અને સોશ્યલ મીડીયા મારફતે શેરબજારની ટીપ્સના નામે, ફેસબુક પર લોન કરાવવાની જાહેરાત જોઇ સંપર્ક કરતા ફ્રોડ થયુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસના સ્ટાફે જણાવ્યુ હતુ કે ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો ત્યારે સાયબર હેલ્પલાઇન નંબર 1920 પર કોન્ટેકટ કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *