અમરેલીના રીકડીયામાં પતિ-પત્નિ વચ્ચે બોલાચાલી બાદ ગળાફાંસો ખાઈ લેતા પતિનું મોત નિપજ્યું હતું. ખેત મજુરી અર્થે આવેલા પરપ્રાંતીય શખ્સે ઝાડ સાથે ગળાફાંસો ખાઈ અંતિમ પગલુ ભર્યું હતું. મુળ મધ્યપ્રદેશના બદવાનીના સજવાનીના વતની અને હાલ રીકડીયામાં રહેતા કાશીરામ માંગીલાલ જમરે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે તેના ભાઈ નાનુરામ માંગીલાલ જમરે (ઉ.વ.28) રીકડીયામાં રમેશભાઈ શંભુભાઈ પાઘડાળની વાડીએ ખેત મજુરી કરી રહ્યા છે. 16 ફેબ્રુઆરીના રોજ નાનુરામ જમરેને તેની પત્નિની સાથે કામ બાબતે બોલાચાલી થઈ હતી.
જેના પગલે મનમા લાગી આવતા 16 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે નાનુરામ જમરેએ તેના શેઠની બીજી વાડીએ આવેલા લીમડાના ઝાડ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. બનાવી પરિવારમાં શોકનું મોજુ પ્રસર્યું હતું. આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા એએસઆઈ જે.કે.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
બાબરામાં ઘરકામ બાબતે બોલાચાલી બાદ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી બાબરામાં દરેડ રોડ પર ખેત મજુરી કરતા ભીમીબેન રાકેશભાઈ જમરા (ઉ.વ.28)ને તેના પતિ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી અને બાદમાં ભીમીબેન જમરાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
