ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત

દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના…

દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો

મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના પાછતર ગામે રહીને મજૂરી કામ કરતા ભોલુભાઈ ઉર્ફે ભાયાભાઈ ગીલુભાઈ ખરતે નામના 50 વર્ષના આદિવાસી યુવાનને દારૂૂ પીવાની ટેવ હોય, તેમના પત્નીએ ભોલુભાઈ ઉર્ફે ભાયાભાઈને દારૂૂ પીવાની ના કહી, મીઠો ઠપકો આપતા આ બાબતે તેમને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેમણે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ઉપલેટાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ભાણવડ પોલીસે જરૂૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં દ્વારકાના ગાયત્રી શક્તિપીઠની સામે ગોમતીઘાટ ખાતે રહેતા અને મૂળ મીઠાપુરના ઉદ્યોગનગર વિસ્તારના રહીશ પ્રવીણભાઈ સાજાભાઈ હાથીયા નામના 37 વર્ષના યુવાન ગત તા. 8 ના રોજ રાત્રિના સમયે ચિરાગ થોભાણી નામના એક વેપારીની દુકાને વસ્તુ લેવા ગયા હતા. જેમાં ચા ની જગ્યાએ મરચાના પેકેટ આવી ગયેલ હોય, જે બદલાવા છતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી પ્રવિણભાઈને બિભત્સ ગાળો કાઢી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી, લોખંડના ટાઈપ વગર વડે હુમલો કર્યો હતો. જેના કારણે ફરિયાદી પ્રવીણભાઈને આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી.આટલું જ નહીં, જો તેઓ ફરી આરોપીની દુકાને આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બીએનએસ તથા એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.ત્રીજા બનાવમાં દ્વારકાના બિરલા પ્લોટ વિસ્તારમાં રહેતા સામતભાઈ ડાયાભાઈ સોનગરા નામના 43 વર્ષના સતવારા યુવાનને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી ફેક્ચર સહિતની ઈજાઓ કરવા સબબ હિતેન્દ્રસિંહ જાડેજા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી સામતભાઈ પાણીનું ટ્રેક્ટર ભરી અને જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ લગ્નના ફુલેકામાં હોય, તે દરમિયાન ટ્રેક્ટર સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થયા બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે દ્વારકા પોલીસે ત્રણ અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *