ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં એસીએફ સામે ચાર્જફ્રેમ, ટ્રાયલનો પ્રારંભ

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં…

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જગાવનાર ટ્રિપલ મર્ડર કેસમાં મહત્વનો વળાંક આવ્યો છે. ફોરેસ્ટ વિભાગના એસીએફ (અઈઋ) શૈલેષ ખાંભલા સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાર્જફ્રેમ કરવામાં આવી છે, જેની સાથે જ આ હાઈપ્રોફાઈલ કેસની ટ્રાયલનો કોર્ટમાં વિધિવત પ્રારંભ થયો છે.

ગત 27 ઓક્ટોબર, 2025ના રોજ આરોપીની પત્ની અને સંતાનો સુરતથી ભાવનગર આવ્યા હતા, ત્યારથી દંપતી વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, 5 નવેમ્બરની સવારે થયેલી ઉગ્ર તકરાર બાદ શૈલેષ ખાંભલાએ પહેલા પત્ની નયનાબેનનું તકિયાથી મોં દબાવી હત્યા કરી હતી અને ત્યારબાદ અલગ રૂૂમમાં સૂતા પુત્ર ભવ્ય તથા પુત્રી પૃથાને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા બાદ ત્રણેય લાશોને પોતાના ક્વાર્ટર નજીક ખાડામાં દાટી દેવામાં આવી હતી.

પોલીસે આ ગંભીર ગુનામાં 1500થી વધુ પુરાવાઓ એકત્ર કરી 12 ફેબ્રુઆરીએ ચાર્જશીટ દાખલ કરી હતી. સરકાર દ્વારા આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (પી.પી.) તરીકે ઉત્પલ દવેની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પી.પી. દ્વારા કોર્ટમાં એવી માંગણી કરવામાં આવી છે કે આરોપીને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ. જ્યારે શૈલેષ ખાંભલાને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે રબારી સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના પ્રમુખ ગોવિંદભાઈ આલે આ કેસમાં સ્પેશિયલ પી.પી.ની નિમણૂક કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો. હવે કોર્ટની કાર્યવાહી શરૂૂ થતા આ ક્રૂર હત્યાકાંડમાં ન્યાયની પ્રક્રિયા ઝડપી બનશે તેવી આશા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *