લક્ષ્મીવાડી-10માં રહેતા દર્શીકાબેન (ઉ.વ.28)એ પતિ-કુતાર્થ આડેસરા મઘડીયા, સસરા-મયુરભાઈ, સાસુ નીધીબેન રહે. ત્રણેય બાલમુકુંદ પ્લોટ) અને નણંદ રિયાબેન રાધનપૂર (રહે. ગોંડલ) સામે ઘરકામ અને ઘરખર્ચ બાબતે મેણાટોણા મારી ગાળો દઈ ત્રાસ ગુજાર્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું કે, તેના લગ્ન ર0ર3માં થયા હતા. પતિ અને સસરા સોની કામ કરે છે.
લગ્નના દશેક દિવસ બાદ સાસુ ઘરકામ બાબતે ટોક-ટોક કરી તારા મમ્મીએ કોઈ ઘરકામ કે રસોઈકામ શીખવાડયું નથી.કહી મેણા-ટોણા મારતા હતા. લગ્ન બાદ નણંદ-નણંદોયા સાસરીમાં રોકાયા હોય તે સમયે નણંદ ‘તું તારા માવતરને ત્યાંથી ઓછો કરીયાવર લાવી છો’ મારા લગ્નમાં તો મને 25 લાખ રૂૂપીયા આપેલા, તને કાંઈ આપેલ નથી કહી મેણા-ટોણા મારતી હતી. તેમજ તેના પતિને ચઢામણી કરતાં તે ઝઘડો કરતો હતો.તે પતિને વાત કરતાં તે તારે મારા મમ્મીની કોઈ વાત કરવી નહી, તે કહે તેમ કરવાનું તેમ કહેતો હતો. તે વધારે કહેતા તે પોતાનું માથુ દિવાલ સાથે પટકાવતો અને રૂૂમમાંથી કાતર, બ્લેડ, કટર લાવીને’ તું મરી જા કાં હું મરી જઉ’ કહી ગાળાગાળી કરતો હતો.
પતિને અન્ય યુવતી સાથે આડા સંબંધ હોય તે બાબતે બોલાચાલી કરવા લાગતો હતો. સસરા અંધશ્રધ્ધામાં વધારે માનતા હોવાથી ઘરમાં અગરબત્તીની ભભુતી ખવડાવતા. જો ભભુતી ન પીવે તો ‘તારે અમે જેમ કેશું તેમજ કરવું પડશે, તેમ કહેતા તેમજ તેના પર ખરાબ નજર રાખતા હતા. ત્રાસને લઈને કંઈ બોલે તો સસરા અમારા કુટુંબમાં તો વહુંઓને બાળવાનો રીવાજ છે, રસોઈ કરતા શું થઈ જશે તેની ખબર પણ નહી પડે’ તેમ કહેતાં હતા. લગ્નના ત્રણેક માસ બાદ તેના માતાનું અકસ્માત થતા પતિએ તું ત્રણ ચાર દિવસ તારા પિયરમાં રોકાયાવજે, તેડવા તારા ભાઈને બોલાવી લેજે, કહેતા તેનો ભાઈ તેડી ગયો હતો.
ચારેક દિવસ રોકાયા બાદ કોઈ તેડવા આવ્યું ન હતું. તેના સસરાએ તેના પિતાને ફોનમાં હવે તમે દર્શીકાને મુકવા ના આવતા કહેતાં તેણે પતિ સાથે વાત કરાવવાનું કહેતા સસરાએ ના પાડી હતી. થોડા સમય બાદ પતિએ મેસેજ કરતા બને મળ્યા હતા. જયા વાતચીતમાં પતિએ તને ઘરેથી કાઢી મુકી છે જેથી થોડા દિવસ કાંઈ ના બોલતી તેમ વાત કરી હતી.પરંતુ સાસરીયાઓએ તેનો ફોન નંબર બ્લોક કરી દિધો હતો. તેણે સમાધાનના પ્રયાસો કર્યા હતા. બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
