કોઠારીયા મેઇન રોડ દેવપરા પાસે આવેલી શાકમાર્કેટ માં રહેતા પરિણીતાને વાવડી પાસે તેમના પતિએ ઝઘડો કરી પથ્થરવડે મારમાર્યો આ ઘટનામાં ગવાયેલા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી તેમના નવ મહિના પહેલા જ પ્રેમ લગ્ન થયા છે અને પતિએ મારકુટ કરતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ, દેવપરા શાક માર્કેટ પાસે રહેતા સોનલબેન વિઠ્ઠલભાઈ મકવાણા ઉંમર વર્ષ 22 નામની પરિણીતાને વાવડી પાસે ઝઘડો કરી તેના પતિ વિઠ્ઠલે બેફામ મારમારતા તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાઇ છે. સોનલબેન જણાવ્યું હતું કે તેમના લગ્ન 9 મહિના પહેલા આઇસર ચલાવતા વિઠ્ઠલ સાથે થયા હતા અને ગઈકાલે પતિ વિઠ્ઠલ સોનલના પિતા હસમુખભાઈ ને ગાળો આપતો હોય તેમને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને સોનલને અહીંથી માર મારતા છેક વાવડી સુધી લઈ ગયો હતો.આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે કરુવાહી શરૂૂ કરી છે.
