પત્નીને માવતરે રોકાવા બાબતે ઝઘડો થતા પતિ ઉપર સસરા-સાળાનો હુમલો

શહેરના જામનગર રોડ પર માધાપરના ગેઇટ પાસે સાસરીયે આવેલા યુવાન ઉપર સસરા અને બે સાળાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પત્નીએ માવતરે રોકાવવાનું…

શહેરના જામનગર રોડ પર માધાપરના ગેઇટ પાસે સાસરીયે આવેલા યુવાન ઉપર સસરા અને બે સાળાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. પત્નીએ માવતરે રોકાવવાનું કહેતા ઝઘડો થતા હુમલો કર્યાનું જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢમાં જોશીપરા વિસ્તારમાં રહેતો પંકજ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.30)નામનો યુવાન આજે સવારે રાજકોટમાં જામનગર રોડ પર માધાપરના ગેઇટ પાસે ગોવર્ધન ચોકમાં તેના સસરાના ઘરે હતો ત્યારે સસરા ગટુ સામત, સાળો વિપુલ અને આકાશે ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં તે છોકરાની દવા લેવા માટે પત્ની સાથે રાજકોટ આવ્યો હતો. દરમિયાન પત્ની કાજલે માવતરે રોકાવવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થતા સાસરીયાએ હુમલો કરી માર માર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પોલીસને જાણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *