દ્વારકાધીશને લઇ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ વધુ ઉગ્ર બન્યો
દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકનો વિવાદ ઉગ્ર બન્યો છે. વાસ્તવમાં આ વિવાદને લઈ દ્વારકામાં ગુગળી બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ તરફ બ્રાહ્મણ સમાજની બેઠકમાં પુજારીઓ સ્વામીઓ સામે રોષ ઠાલવ્યો હતો. આ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદન આપતા પહેલા મોટાપાયે રેલીનું આયોજન પણ કરાયું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે હિન્દુ સમાજ રોષે ભરાયો છે. આ તરફ તાજેતરમાં ભગવાન દ્વારકાધીશ વિશે કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણી બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે આજે દ્વારકા ખાતે દ્વારકાધીશ પુજારી તેમજ સમસ્ત ગૂગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો વિશાળ રેલી યોજી હતી. આ સાથે ભગવાન દ્વારકાધીશ મંદિરેથી જઉખ કચેરી સુધી વિવિધ સૂત્રોચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ફરી એક વાર સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. હકીકતમાં મણિનગર સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મ વિરુદ્ધ પુસ્તક પ્રકાશિત કર્યુ જેમાં સનાતન ધર્મનું અપમાન કરવામાં આવ્યું છે.
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો નામનું પુસ્તક વિવાદમાં આવ્યું છે. આ પુસ્તકમાં દ્વારકાધીશ વિશે અપમાનજનક ટીપ્પણી કરાઈ છે. પુસ્તકની વાર્તા નંબર 33 માં દ્વારકાધીશ વિષે કહેવાયું છે કે દ્વારકામાં ભગવાન નથી, ભગવાનને જોવા હોય તો વડતાલ જાઓ. પુસ્તકમાં પુસ્તકમાં સનાતન ધર્મને ટાર્ગેટ કરતા લોકોમાં આક્રોશ ભરાયો છે. લોકો સોશિયલ મીડિયામાં સ્વામિનારાયણના સંતોની આકરી ટીકા કરી રહ્યા છે. આ ટિપ્પણી પછી માલધારી સમાજમાં પણ આક્રોશમાં છે.
