રાજુલામાં ઘર કરતા રોડ ઉંચો બનાવાતા લોકોમાં ભારે વિરોધ

  રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકાની નવી બોડી આવ્યા પછી કામ તો ઝડપી શરૂૂ થયા પરંતુ કોન્ટ્રાક્ટરને કામ કેમ કરવું તે જ ખબર નથી પડતી અને…

 

રાજુલા શહેરમાં રાજુલા નગરપાલિકાની નવી બોડી આવ્યા પછી કામ તો ઝડપી શરૂૂ થયા પરંતુ કોન્ટ્રાક્ટરને કામ કેમ કરવું તે જ ખબર નથી પડતી અને ઝડપી રોડ બનાવી અને ઝડપી રૂૂપિયા મળી જાય તે માટે રોડ જેમ ફાવે તેમ મનમાં આવે તેમ બનાવવા લાગ્યા આ કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવાનું શરૂૂ શરૂૂ કરવામાં આવ્યા હોય ત્યારે લોક મુખે ચર્ચા મુજબ ગમે તે થાય જડપી રોડ બનાવો અને જડપી ગ્રાન્ટ વાપરો તેવી વાતુ લોક મુખે ચર્ચાઈ રહી છે. રાજુલા શહેરમાં વોર્ડ નંબર ચારમાં રોડ બનાવ્યો અને પૂરો થતા ત્યાંના લોકોને ખબર પડી કે આ રોડમાં પાણી ઘરમાં ગળી જશે ત્યારે ચૂંટાયેલા સભ્યોને જાણ કરવામાં આવી ત્યારે ચૂંટાયેલા સભ્યો આવ્યા તો ખરા પરંતુ આ સુપરવાઇઝર એ આ ચૂંટાયેલા સભ્યોને સરખો જવાબ ન આપ્યો અને જ્યારે ચૂંટાયેલા સભ્યો દ્વારા આ કામ માટે કહેવામાં આવ્યું ત્યારે આ રોડની વચ્ચે ઉભો પાળો બનાવી અને ચાલો રોડ સરખો થઈ ગયો કહે અને ચાલતી પકડી ત્યારે સુપરવાઈઝરને લોકો ના ઘર માં પાણી ઘુસી ન જાય તે માટે ની વ્યવસ્થા કરવાનું કહેતા આખરે રોડ વચ્ચે ઉભો પાળો બનાવતા હાંસીને પાત્ર આ રોડ બન્યો આમ છતાં પણ લોકો નાં ઘર કરતાં રોડ ઉચો બનતા લોકોમાં ભારે વિરોધ જાગ્યો છે. ત્યારે આ વિસ્તાર ના જાગૃત નાગરિક દ્વારા જો આ બાબતે યોગ્ય કરવામાં નહીં આવે તો રાજુલા નગરપાલિકાના પ્રમુખ ધારાસભ્ય ડેપ્યુટી કલેક્ટર સહિતના ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જાગૃત નાગરિક વિનોદભાઈ રાઠોડ એ મીડિયા સમક્ષ જણાવ્યું તો આ રોડ હવે ફરી થી નવો બનશે કે પછી હતા ત્યાંને ત્યાં તેવું આ વિસ્તાર ના રહીશો કહી રહ્યા છે

——

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *