રાજુલા સાવરકુંડલા રોડ ઉપર આવેલ ઝાપોદર ગામ નજીક ઝાપોદર અને આગરીયા ગામની વચ્ચે મોટરસાયકલ અને ફોરવીલ કેરી ગાડી વચ્ચે અકસ્માત થયો જેમાં મોટરસાયકલ સવાર બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થવા પામેલ કેરી ગાડી મોટરસાયકલ સાથે અથડાય અને સામેની સાઈડમાં આવેલ ઇલેક્ટ્રીક પોલ સાથે અથડાતા આ ઈલેક્ટ્રીક પોલ પણ તૂટી જવા પામેલ અને ત્યારબાદ વીજળી પુરવઠો પણ ખોરવાયેલો ત્યારે આ ઘટનાની જાણ 108 ને કરતા 108 ઘટના સ્થળે આવી પહોંચી અને બંને વ્યક્તિઓને સારવાર માટે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ બંને વ્યક્તિઓ રાજુલા પાસે ભાક્ષી ગામના હોવાનું અને એકનું નામ જીગ્નેશભાઈ પીપળીયા અને બીજાનું નામ પ્રાગજીભાઈ પાંડવ હોવાનું જાણવા મળ્યું પોલીસ ને આ ઘટનાની જાણ થતા રાજીલા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ આ અકસ્માત બાબતે રાજુલા પોલીસ તપાસ ચલાવી રહી છે
