ગુજરાત
ઠંડીનું જોર વધતા શાળાનો સમય 9 વાગ્યાનો કરવા માંગ
રાજ્યમા શિયાળાની શરૂૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે શાળાઓ સવારની પાળીમા શૈક્ષણિક કાર્ય ચલાવે છે જેમનો શરૂૂ થવાનો સમય વહેલી સવારે સાત વાગ્યાનો હોય છે એટલે કે વાલીને વિદ્યાર્થીને છ વાગ્યાથી જગાડીને તૈયાર (ન્હાવડાવવુ,નાસ્તો)કરીને સમયસર સ્કૂલ પર પહોચડાવવાના થતા હોય છે.હાલના સમયમા કાતિલ ઠંડી જે રીતે પડી રહી છે તેમા કોઇ નવયુવાન કે પીઢ વ્યક્તિને સહન કરી શકતો નથી તેવી છે તો નાના ભૂલકાઓ માટે વહેલી સવારે આ કડકડતી ઠંડી કેમ સહ્યન કરતા હશે તે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.ઠંડીનુ જોર વધતા વહેલી સવારે શાળાએ જતાં ભૂલકાઓ ધ્રૂજતા અને થરથરતા વર્ગખંડમાં પહોંચે છે,વિદ્યાર્થીઓએ ગરમવસ્ત્રો પેહરવા છતા પણ ઠંડીથી પુરૂૂ રક્ષણ મળતુ નથી તેવી કાતિલ ઠંડી હાલના તબ્બકે પડી રહી છે ત્યારે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા અને ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓ અને વાલીઓની અમોને અનેક રજૂઆતો મળી છે કે સ્કૂલોના સમયમા ફેરફાર કરવાની રજૂઆત કરવી જોઈએ. ત્યારે તેઓએ તેઓની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆતમા વધુ જણાવ્યુ હતુ કે આપશ્રીને વિદ્યાર્થીઓના વાલી વતી વિનંતી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ સવારની પાળીઓમા ચાલતી સ્કૂલોનો શૈક્ષણિક કાર્ય શરૂૂ થવાનો સમય ઠંડીના 40-45 દિવસ સુધી સવારે બે કલાક મોડો કરવાનો પરિપત્ર કરવો જોઈએ જેથી બાળકોને આ રેકોર્ડબ્રેક થીજવતી ઠંડીમા મોટી રાહત થાય.
ઉત્તરીય ઠંડા પવનોને પગલે હાડ ગાળી નાખતી ઠંડી પડતા લોકોને સીઝનની રેકોર્ડબ્રેક ઠંડીનો અનુભવ થયો છે.ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર સતત પાંચમાં દિવસે યથાવત્ રહ્યું છે ત્યારે લઘુતમ તાપમાનનો પારો 5-6 ડિગ્રી જેટલો પણ નોંધવાની શકયતાઓ છે. આજે રાજકોટની જ વાત કરવામા આવે તો ઠંડીનો પારો ગગડીને રેકોર્ડબ્રેક 9.7 ડિગ્રી(લઘુતમ) સુધી પહોંચ્યો છે,જેના કારણે ઘણા વાલીઓ બાળકો ઠંડીમા બીમાર ન પડે એ બીકથી શાળાએ મોકલવાનું ટાળી રહ્યા છે.
વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે રજૂઆતની અંતમા જિલ્લા શિક્ષણ અધિકારીને જણાવ્યુ હતુ કે વિશેષ એ ધ્યાન દોરવા માંગુ છુ કે 3 વર્ષ પહેલા રાજકોટની જ એક સ્કૂલમા કડકડતી ઠંડીના કારણે એક વિદ્યાર્થીનીનુ થુથરાઈ જવાન કારણે હાર્ટ એટેકથી દુ:ખદ મોત થયુ હતુ અને હાલના સમયમા વિદ્યાર્થીઓ અને યુવાનોમા વધતા જતા હાર્ટ એટેકના કિસ્સાઓની ગંભીરતા ધ્યાને લેવી અતિઆવશ્યક બની રહે છે.હવામાન વિભાગની આગામી સમયમા કોલ્ડવેવની આગાહીને ધ્યાને લઈને રાજકોટના શહેર-જીલ્લાની સવારની પાળી પદ્ધતિથી શાળાઓનો સ્કૂલ સમય 9 કલાકનો કરવા અંગેનો પરિપત્ર કરવામા આવે તેવી કોંગ્રેસે વિદ્યાર્થીહિતલક્ષી માંગ કરી હતી.