દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ

યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત…

યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી

દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત કાવતરું રચીને એક કાર્ડ હોલ્ડરના ઓફલાઈન કાર્ડમાંથી યુપીઆઈ મારફતે રૂૂપિયા 75,099 ની રકમ હોટેલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને હોટેલના ભાડાના ભરેલા રૂૂપિયા 50,000 પરત લઈ અને હોટલ બિલના રૂૂપિયા 75,099 ની યેનકેન પ્રકારે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.આ સમગ્ર પ્રકરણમાં છત્તીસગઢ રાજ્યના રાજનંદગાવ વિસ્તારમાં રહેતા યશ અશોકભાઈ જુમાણી, આદિત્યસિંહ દિનેશસિંહ સોલંકી, ઉદિત પ્રીતમ ધનસાની, પ્રથમ અશોક મંજર, સાહિલ રાજેશ મોટવાણી, દીપક તેજવાણી તેમજ જયકિસત સરબજીતસિંહ નામના કુલ સાત શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે દ્વારકા પી.એસ.આઈ. એન.ડી. કલોતરા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


ભાણવડમાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા: એક ફરાર
ભાણવડ તાલુકાના વેરાડ ગામે હાલ રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના અજીત મુરુભાઈ ભીલ નામના 23 વર્ષના શખ્સને વિદેશી દારૂૂની એક બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં વેરાડ ગામનો હિતેશ જીવાભાઈ છાટકા નામનો શખ્સ ફરાર જાહેર કરાયો હતો.જ્યારે અન્ય એક દરોડાની કાર્યવાહીમાં પોલીસે વેરાડ ગામના માલધારી હિતેશ જીવાભાઈ છાટકાને વિદેશી દારૂૂની સાત બોટલ સાથે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં મોરઝર ગામનો વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *