વાડીએ સામાન ઉતારવાનું કહેતા શ્રમિકને સાળા-બનેવીએ માર માર્યો

રાજકોટ શહેરના ભાગોળે આવેલા ભુપગઢ ગામે વાડીમાં આવેલી ગાડીમાંથી પતરા અને પાઇપ ઉતારવાનુ શ્રમિકે કહેતા સાળા-બનેવી સહિત 3 શખ્સોએ શ્રમિક યુવાન પર હુમલો કરી બેફામ…

રાજકોટ શહેરના ભાગોળે આવેલા ભુપગઢ ગામે વાડીમાં આવેલી ગાડીમાંથી પતરા અને પાઇપ ઉતારવાનુ શ્રમિકે કહેતા સાળા-બનેવી સહિત 3 શખ્સોએ શ્રમિક યુવાન પર હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે 3 શખ્સો સામે ફરીયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.મળતી વિગતો મુજબ ભુપગઢ ગામે રહેતા વિપુલભાઇ છગનભાઇ રાઠોડ નામના યુવાનની ફરીયાદ પરથી વિષ્ણુ, તેનો સાળો કનૈયા અને તેના સસરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આજીડેમ પોલીસ મથકમાં કરેલી ફરીયાદમાં વિપુલભાઇએ જણાવ્યુ હતુ કે ગઇકાલે રાત્રીના સમયે તેઓ સાગર ભીમજીભાઇ ચાવડાની વાડીએ કામ કરતા હતા ત્યારે ત્યા ગાડીમાંથી પાઇપ અને પતરા ઉતારતા હતા તે સમયે મજુરી કરવા માટે સાગરભાઇ સાથે વિષ્ણુભાઇ આવ્યા હતા. તેઓને ગાડીમાંથી પાઇપ ઉતારવાનુ કહેતા તેઓને દુ:ખ લાગતા ફોન કરી સસરા અને તેમના સાળાને બોલાવી લીધા હતા અને વિપુલને પાઇપ વડે ખભા ઉપર અને શરીરે માર માર્યો હતો તેમજ ઢીકાપાટુનો માર મારતા મુંઢ ઇજા થતા વિપુલ ત્યાથી ભાગીને થોડે દુર જઇ પોતાના ભાઇ સુભાષભાઇને જાણ કરતા 108 ની મદદથી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ મામલે આજીડેમ પોલીસે ત્રણેય આરોપીને શકંજામાં લેવા તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *