તારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં એક ખેડૂત યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કચડી નાખતાં અંતરીયાળ…

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં એક ખેડૂત યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કચડી નાખતાં અંતરીયાળ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના તારાણાં ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સુરેશભાઈ પુનાભાઈ જાદવ નામના ખેડૂતનો ભત્રીજો આર્યન કમલેશભાઈ જાદવ (ઉંમર વર્ષ 18) કે જે પરમદિને રાત્રિના નવ વાગ્યાના અરસામાં તારાણા ગામના પાટીયા પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થઈ રહ્યો હતો.

જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 8 વાય 8083 નંબરના ટ્રકના ચાલકે તેને હડફેટ માં લઈ કચડી નાખ્યો હતો, અને તેનું અંતરીયાળ મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતના બનાવ અંગે સુરેશભાઈ યાદવે જોડીયા પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે નાસી છુટેલા ટ્રક ચાલકની શોધ ખોળ હાથ ઘરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *