રીબડા નજીક હિટ એન્ડ રન: દૂધ લેવા જતા વૃધ્ધનું અજાણ્યા બાઇકની ઠોકરે મોત

ગોંડલ હાઇવે પર રીબડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતિય વૃધ્ધ ચાલીને દુધ લેવા જતા હતા ત્યારે અજાણયો બાઇક ચાલક ઠોકરે ચડાવી…

ગોંડલ હાઇવે પર રીબડા નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પરપ્રાંતિય વૃધ્ધ ચાલીને દુધ લેવા જતા હતા ત્યારે અજાણયો બાઇક ચાલક ઠોકરે ચડાવી નાશી છુટતા ઇજાગ્રસ્ત વૃધ્ધને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવતા તેમનુ મોત નિપજ્યુ હતું. આ અંગે પોલીસે અજાણયા બાઇક વિરૂૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રીબડા નજીક આવેલી લીનોવા નામની કંપનીમાં કામ કરતા જગનભાઇ માઇસીંગ ભાલસે (ઉ.વ.65)નામના વૃધ્ધ ગઇકાલે રાત્રે ચાલીને ઘર પાસે દુધ લેવા જતા હતા ત્યારે રીબાડા નજીક પુરપાટ ઝડપે આવતા અજાણયા બાઇક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી બાઇક ચાલક નાશી છુટ્યો હતો. આ બનાવમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયાં ચાલુ સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર વેરાવળ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાશી છુટેલા બાઇક ચાલક વિરૂૂધ્ધ ગુનો નોંધવા અને તેને ઝડપી લેતા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *