શહેરની ભાગોળે કાલાવડ રોડ પર મેટોડા જીઆઇડીસી નજીક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. અજાણાયા વાહનની ઠોકરે ચડી જતા બાઇક ચાલક રાજકોટના યુવાનનુ ગંભીર ઇજા થતા મોત નીપજ્યુ હતુ. જીવરાજ પાર્કમા રહેતો યુવાન જ્યોતી સીએનસી કારખાનામાં કામે જતો હતો ત્યારે ઢોર આડુ ઉતરતા બાઇકને બ્રેક મારતા પાછળી આવતા ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવી અકસ્તામ સર્જ્યાની શંકા સેવાઇ રહી છે.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ જીવરાજપાર્કમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતો જયેશ કાંતિલાલ પટેલ (ઉ.વ.34) નામનો યુવાન આજે સવારે પોતાનુ બાઇક લઇ મેટોડા આવેલી જ્યોતી સીએનસી નામની કંપીનીમાં નોકરીએ જતો હતો ત્યારે મેટોડા નજીક બાલાજી વેર્ફ્સના કારખાના સામે પહોંચતા અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત હાલતમા પડેલો હોય જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જેનુ ટુકી સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. આ અંગે સિવિલ ચોકિના સ્ટાફે પ્રથામિક નોંધ કરી મેટોડા પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથામિક તપાસમાં મૃતક જયેશભાઇ બેભાઇ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. તેના પિતા રેલવેના નિવૃત કર્મચારી હોય અને અમદાવાદ રહે છે. જેઓ બે દિવસથી પુત્રના ઘરે આટો મારવા આવેલા છે. વધુ તપાસમાં મૃતક જયેશ આજે સવારે બાઇક લઇ નોકરી પર જતો હતો ત્યારે મેટોડા નજીક હાઇવે પર ઢોર આડુ ઉતરતા તેણે બાઇકને બ્રેક મારતા પાછળથી આવતા ટ્રેકટર ચાલકે બાઇકને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી નાશી છુટયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે મેટોડા પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.